પોલીસે મોંઘીઘાટ બોટલો સગેવગે કર્યાની તરેહ તરેહની ચર્ચા
હળવદ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર ઈંગ્લીશરાબ દારૂનો ઝડપાયેલજથ્થાનોલાગતાવળગતા ને જાણ કરી બીજા પત્રકારો ને જાણ કરીયા વગર બારોબાર નદીમાં લઇ જઈ નાશ કરાયો હોવાથી પોલીસે મોંઘીઘાટ બોટલો પહેલેથી જ સગેવગે કર્યાની પોલીસ બેડમાં જ ચર્ચાએ જોર પકડ્યું છે
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો અમલી બનાવાયો છે ત્યારે પાસા પરમીટ વગરનો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા સમયે પોલીસે દારૂ ઝડપી લઇ પોલીસ સ્ટેશનમાં રાખતા હોય છે આ દારૂના જથ્થાનો નાશ કરવાની અમુક સમયે કાર્યવાહી થતી હોય છે આ દારૂનો જથ્થો નાશ કરરતા સમયે ડીવાયએસપી, પોલીસ, મામલતદાર અને નશાબંધી વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોય છે અને સાથે પારદર્શક રીતે દારૂનો નાશ કરતા હોવાની ખાતરી કરવા માટે મીડિયા કર્મીઓને ખાસ હાજર રખાતા હોય છે
આ ઝડપાયેલા દારૂના રજીસ્ટર સાથે પોલીસને લીસ્ટ મુજબ તમામ દારૂ બધાની હાજરીમાં ગણતરી કરીને ગોઠવવાનો હોય છે જેથી કોઈ દારૂની બોટલો કે પેટીઓ બાકી ના રહી જાય પરંતુ અહી હળવદની નદીમાં પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી રકમના દારૂના નાશ કરરતા સમયે દૈનિક મીડિયા કર્મીઓને જાણ કર્યા વગર જ લાગતાવળગતા કમીઓ, અધિકારીઓની હાજરીમાં દારૂનો બારોબાર નાશ કરી દેવાયો છે જેથી પોલીસે ઝડપેલા દારૂની મોંઘીઘાટ બોટલો ગોઠવ્યા વગર જ બારોબાર સગેવગે કરી દીધા હોવાની ચર્ચા ચગડોળે ચડી છે અને ખુદ પોલીસ બેડામાં પણ ગણગણાટ શરુ થઇ ગયો છે
આમ રક્ષક જ ભક્ષક બને તો કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે જે પોલીસે ગેરકાયદેસર દારૂ ઝડપે અને નાશ કરતા સમયે બારોબાર એ પોલીસ આ દરુમાંથી બોટલો સગેવગે કરે તો દારૂબંધીના કડક કાયદાનો અમલ કેવી રીતે થાય જેથી હળવદમાં કરાયેલા દારૂના નાશમાં મોટાપાયે બોટલો બારોબાર સગેવગે કર્યાનું દેખાઈ રહ્યું છે આ ગંભીર બાબતને લઇ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાવી જોઈએ જેથી સરકારના દારૂબંધીના કાયદાનું પાલન થઇ સકે હવે બારોબાર કરેલા દારૂના નાશની યોગ્ય તપાસ કરી કોની સામે પગલા લેવાય છે એની સામે સૌની મીટ મંડાયેલી છે ગણતરી વગર દારૂ ગોઠવી દેવાયો (બોક્ષ) પોલીસ સ્ટેશનથી દારૂ લાવી થોડીવાર ગણવાનું તરકટ બતાવી પાછળથી બધો દારૂ ગણતરી કર્યા વગર જ ગોઠવી દીધાનું પણ લોકોમાં ટોપ ઓફ ધી ટાઉન બની સમગ્ર પથંકમાં ચર્ચાય રહયુ છે, આ તકે રાજકોટ નશાબંધી શાખા ના અધિક્ષક,મોરબી જીલ્લાના
ડીવાયએસપી બનો જોશી તેમજ મોરબી એસ,ડી,એમ , એસ ડી પટેલ હળવદ મામલતદાર વી કે સોલંકી નાયબ મામલતદાર ડી એમ કણજરીયા સહીતના ઉપસ્થિત રહયા હતા,
આ બાબતે મોરબી જિલ્લા એસડીએમ એસ ડી પટેલ ને પુછતાજણાવ્યું હતું કે પત્રકારોને કેમ બોલાવ્યા નથી ? આ બાબતે હળવદ પી.આઈ એ જાણકરવાની હોય છે.
મોરબી જિલ્લા ડીવાયએસપી બનો જોશીને પુછતા તમેણ જણાવ્યું હતું કે આ કોઈ એ મોટી ઘટના નથી કોઈ સરતચૂકથી પત્રકારોને કહેવાનું રહી ગયું હશે જે બાબત એ જવાબદારી અધિકારીને હું પૂછી લઉં છું કે કેમ જાણ કરાઇ નથી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





