મોરબી ના પંચાસર ચોકડી પાસેથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

0
15

મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ હોળી ધુળેટીના પર્વ નિમિતે દારૂની હેરાફેરી રોકવા કાર્યરત હોય દરમિયાન કારમાં દારૂની હેરાફેરી કરતા બેને ઝડપી લેવામાં આવ્યા છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ચોકડી નજીકથી ઇકો કારને આંતરી તલાશી લેતા કારમાંથી ૧૦૭ દારૂની બોટલ કીમત ૩૭,૩૭૫ અને ઇકો કાર કીમત ૧,૫૦,૦૦૦ તેમજ ત્રણ મોબાઈલ ફોન કીમત ૪૦૦૦ સહીત કુલ ૧,૯૧,૩૭૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિમલ મુળજીભાઈ જાદવ રહે વાવડી રોડ મોરબી અને મુકેશ નારણ કણઝારીયા રહે કૈલાશપાર્ક સોસાયટી મોરબી વાળાને ઝડપી લેવાયો છે જયારે દારૂનો જથ્થો મોકલનાર આરોપી ભૂપત બાબુભાઈ ડાંગર રહે જામદુધઈ તા જોડિયા વાળાનું નામ ખુલતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY