સારવાર લેવા આવતા દર્દીઓને સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબ આપી હડધુત કરવામાં આવે છે,
અપૂરતા તબીબોના કારણે દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી સોનોગ્રાફી એક્સ-રે ના નિદાન માટે પ્રાઈવેટમાં પરીક્ષણ કરાવવું પડે છે દર્દીઓને પડતી મુશ્કેલીઓ
હળવદતાલુકો દિનપ્રતિદિન હરણફાળ વિકાસ કરી રહ્યો છે પરંતુ હળવદ તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ અનેક અસુવિધાઓ થી લોકો પરેશાન થઇ રહ્યા છે હળવદ શહેર એ કચ્છનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે ત્યારે અનેકવાર અકસ્માતના બનાવો બને છે , અત્યારે હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે સારવાર માટે બહાર જવું પડે છે ડોક્ટરો અને સ્ટાફના અભાવે તાલુકાની પ્રજાને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે હળવદના દેવળીયા થી શક્તિનગર સુધીનો રસ્તો અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે હોસ્પિટલમાં ઓથોપેડીક,ગાયનેક ડોકટર ની ખાસ જરૂર છે હળવદ તાલુકાના 70 ગામો વચ્ચે માત્ર એક સરકારી હોસ્પિટલ છે જેમાં પૂરતી સારવાર ના મળતા દર્દીઓને બહાર રીફર કરવામાં આવે છે સોનોગ્રાફી એક્સ-રે ના નિદાન માટે પ્રાઈવેટમાં પરીક્ષણ કરાવવું પડે છે ક્યારેક ગંભીર પરિસ્થિતિમાં દર્દી સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામે છે હોસ્પિટલમાં આના કારણે અનેક મુશ્કેલી વેઠવી પડે છે અપુરતા સ્ટાફના કારણે દર્દીઓને પૂરતી કાળજી લઈ શકાતી નથી, સરકારી હોસ્પિટલમાં દર્દીઓને પોતે જાતે સારવાર લેવી પડે છે થોડા સમય પહેલા બાપ દીકરી જાતે સારવાર લઈ રહેનો ફોટા અને વિડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને પંથકના લોકોને સારી સુવિધા મળી રહે તેવી હળવદ વાસીઓની લોક માગણી ઉઠવા પામી છે
ટૂંક સમય પહેલા સરકારી હોસ્પિટલની દવા ગ્રામ્ય પંથકના પ્રાઇવેટ દવાખાનામાં વેચાતી પકડાઈ હતી પરંતુ લાગતાવળગતાઓને લઈને સમગ્ર પ્રકરણને રફેદફે કરી દેવામાં આવ્યું હતું ,જે બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ઘણું બધુ ખુલે તેવું છે તેઓ લોકોમાં ચર્ચાય રહ્યું છે અનેક ના તપેલા ચડી જાય તેમ છે તેવુ લોકોમાં ચર્ચૉ ચાલી રહી છે,
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



