51માઈકોનથી ઓછું પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ દંડાયા

0
13

હળવદ નગરપાલિકાએ 60 કીલો પ્લાસ્ટિક ઝડપી રૂપિયા 9000 નો દંડ ફટાકારીયો

હળવદ પાલિકાએ દુકાનો અને ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરીને 60કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ.9000નો દંડ વસુલ્યો .
હળવદ નગર પાલિકા દ્વારા શહેરમા સ્વચ્છતા ભંગ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે. ગઈકાલે પણ પાલિકાએ બપોરથી મોડી રાત્રી સુધી ચેકીંગ ડ્રાઇવ ચાલુ રાખી હતી. જેમાં દુકાનો ઉપર તેમજ રાત્રીના સમયે ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ પાલિકાએ વેપારીઓને દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી. ઉપરાંત 60કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પકડી પાડી તેને જપ્ત કર્યો હતો. આ ચેકીંગ ડ્રાઇવમાં પાલિકાની ટીમે કુલ રૂ. 9000નો દંડ વસુલ કર્યો હતો

હળવદ નગરપાલિકા દ્વારા
શહેરના બજાર મુખ્ય બજાર તેમજ સરા ચોકડી પાસે દરોડા પાડીને 51માઈકોરો થી ઓછા પ્લાસ્ટિક વાપરતાં દુકાનદારો પર તવાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયા ના માર્ગદર્શન નીચે સ્ટાફ નવનિત મલેક,વિશાલ પચોલી,તેજસ રાવલ,નવધણ સહીતના એ દરોડા પાડીને60કિલો પ્લાસ્ટીક ઝબ્બે કરયુ હતુ,અને દુકાનદારને 9000 નો દંડ કરવામાં આવ્યો હતો
હળવદ શહેરી વિસ્તારમાં 51માઈકોરો થી ઓછુ પ્લાસ્ટિક પશુ માટે હાનિકારક છે આથી 51 micro થી ઓછૂ પ્લાસ્ટીક વાપરતા વેપારીઓ ધોસ બોલાવી હતી, પ્રતિબંધ હોવા ના કારણે હળવદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી સેનેટરી વિભાગના સ્ટાફ સાથે દુકાનોમાં દરોડા પાડી પ્લાસ્ટિક ઝબલા,ચાની પ્યાલી,ગ્લાસ,વગેરે જપ્ત કરી 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો આથી હળવદ માં 51માઈકોરનથી ઓછુ પ્લાસ્ટીક વાપરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓ માં પણ ફફડાટ વ્યાપી જવા પામી છે,
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY