ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી નો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ અધિકારી સિંધસર સૂચના થી હળવદ ધાંગધ્રા હાઈવે પર વહેલી સવારના ચાર વાગ્યા ની આજુબાજુ એ મોરબી જિલ્લા ના રોયલ્ટી ઇન્સપેકટર એ,જે ,ભાદરકા બી,પી પટેલ ,સાહીલભાઈ, મહેશભાઈ એ ચેકિંગ હાથ ધરતા હાઈવે પર ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખનન વહન કરતા બે ડમ્પર સફેદ માટી ભરેલા તેમજ એક્ ટેકટર ગેરકાયદેસર પાસપરમીટ વગર ખનન વહન ખનીજચોરી કરતા જડપી પાડેલ જેની કિંમત અંદાજે ૨૫ લાખનો મુદ્દામાલ સાથે ડમ્પર અને ટેકટર ના ડ્રાઇવરને ઝડપી ને હળવદ પોલીસને સોંપવામાં આવે છે વધુ કાર્યવાહી હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે,
આગામી દિવસમાં હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમ
રોયલ્ટી ઇન્સપેકટરે જણાવયુ હતુ,
મયુર રાવલ હળવદ
9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





