મોરબી,તા.૨૭
મોરબી તાલુકાના રંગપર ગામ નજીક મોડી સાંજે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તીક્ષ્ણ હથિયાર વડે સગીર યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ દેશીદારૂના વેચાણ માટે હરિફાઇ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ રંગપર ગામ નજીક મોરબીના કાંતિ નગરમાં રહેતા ૧૫ વર્ષીય મોવર સિદીક અબ્બાસભાઈ નામના સગીરની એસ્સાર પેટ્રોલ પંપ પાછળ સાંજના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.
બનાવ અંગે પોલીસે સગીરના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે મૃતક સગીરના પરિવારજનોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જેતપર રોડ પર ઉચ્ચ અધિકારી અને થાણા અધિકારીની જાણ બહાર દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલું છે. જેમાં આ સગીર યુવકની હત્યા દેશી દારૂની હરીફાઈમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલ દ્વારા જગ્યાનું પાંચનામું કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




