મોરબી :હળવદ તાલુકા ના મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી નો મોત ના માંડવા જેવો જર્જરિત કોઝવે કયારે બનાવશે ?સરકાર મયુરનગર માં આવા ચોમાસા ના સમયે કોઈ નું મુર્ત્યું થાય તો શબ ને અંતિમ વીધીએ પહોચાડવા નું સ્મશાન પણ બ્ર્હામાણી ના સમા કાંઠે જ્યાં અંતિમ વિધિ કરવા જતા લોકો ને મજબુરી થી આ કોઝવે માં કેડ સમાણા પાણી માં થી લઈ ને જવું પડે છે અથવા તો સ્મશાન ઘાટ ને બદલે નદી કાંઠે અંતિમ વિધિ ના ક્રિયા કર્મ કરવા પડે છે.
મયુરનગર ગામે બ્રાહ્મમણી નદી નો મોત ના માંડવા જેવો અડધો પાણી માં ને અડશો બહાર લટકતો આ કોઝવે વાવડી ની ફલકુ નદી જેવી કોઈ ગોઝારી દુર્ઘટના ને અંજામ આપે ત્યાર પહેલા વહીવટી તંત્ર આળસ ખંખેરી ને ક્યારે બેઠું થશે ?તેવુ લોકોમાં ચર્ચાય રહુયુ છે, ચાડધરા,રાયસંગ પુર જુના રાયસંગ પર ના લોકો ને મયુરનગર માં હાઇસ્કુલ બેંક પોસ્ટ ઓફીસ પબ્લિક હેલ્થ સેન્ટર હોવા છતાં મજબુરી થી હળવદ નો ફેરો કરવો પડે છે.
ગામ ના સરપચ અને ઉપ સરપંચ તેમજ અન્ય ગામ લોકોએ જણાવ્યું કે અમે આ ત્રણ વર્ષ થી તૂટેલો કોઝવે રીપેર કરાવી નવો પુલ બનાવવા માટે સરકાર માં ખુબ જ રજુઆતો કરી ને થાક્યા છીએ હવે તો અમારે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન નો રસ્તો અખત્યાર કર્યા વિના કોઈ છૂટકો જ નથી ગામ લોકોએ વધુ માં જણાવ્યું કે અહીં થી હળવદ માત્ર દસ કી.મી. થાય છે જો આ બ્રાહ્મમણી નદી ઉપર કોઝવે કે પુલ હોય તો હાલ માં અમારે વાયા ધનાળા થયી ને અમારે જાવુ પડે છે તે ન જાવુ પડે, તો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માગણી ઉઠવા પામી છે,
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



