હળવદના કડિયાણા નજીક કેનલામાં ત્રણ બાળકો ડૂબ્યા બેના મોત: એક બાળકનો બચાવ

0
27

મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના કડિયાણા ગામ નજીક નમૅદાકેનાલ માં ડુબી જતા બે ના મોત એક નો આબાદ બચાવ,
હળવદ મામલતદાર ટીડીઓ સહિત સ્થાનિક તરવૈયાઓની ટીમ હળવદ તાલુકાના કડીયાણા માથક વચ્ચે આવેલ નર્મદા કેનાલ મોરબી બાન્ચ ની85 નંબરની કેનાલમાં ત્રણ બાળકો ડૂબી ગયા હતા જેમાં એક બાળકનો બચાવ થયો છે,જ્યારે બે યુવાન ને ભારે શોધખોળ બાદ ટીકર તરવૈયા ની ટીમ એ ભારે જહેમત બાદ સોધી કાઢ્યા હતા, પરિવાર પર દુખ ના આભ તૂટી પડ્યા હતા,

જાણવા મળતી માહિતી મુજબ હળવદના કડિયાણા માથક નજીકની મોરબીબાન્ચ ની 85 નંબરની કેનાલમાં આજે સવારના સમયે 3 બાળકો ડૂબ્યા હોવાની માહીતી મળતા તેને બચાવ માટેની કામગીરી શરુ કરવમાં આવી હતી. જેમાં એક બાળકનેહેમખેમ બચાવી લેવમાં આવ્યો છે,જયારે અન્ય બે બાળકોને બચાવ માટેની કામગીરી હાથ ધરી હતી,

હળવદ તાલુકાના કડીયાણ નજીક વાડીમાં રેહતા આદિવસી પરીવારના બે બાળકો વિશાલ વિક્રમ નાયક ( ઉ.વ.૮ ) અને તેનો મોટોભાઈ કરણ વિક્રમ નાયક ( ઉ.વ. ૧૯ ) બને ભાઈઓ આજે સવારના સમયે નજીકની નમૅદાકેનાલ મોરબી બ્રાન્ચ 85.નંબર ની કેનાલામાં નાહવા માટે ગયા હતા જેમાં કોઈ કારણોસર બને ભાઈઓ ડૂબવા લાગતા તેમનો પિતરાઈ ભાઈ કિશન લાલચદ નાયક ( ઉ.વ.૧૬ ) વાળો તને બચાવ માટે કેનાલમાં પડ્યો હતો સ્થાનિકોને પણ જાણ થતા તે લોકો પણ તે કેનાલમ પડ્યા હતા જેમાં વીક્રમ ને બચાવી લેવાયો જયારે અન્ય બે કરણ અને કીશન બે ભાઈઓને બચાવ માટે સ્થાનિક લોકો, ટીકરના તરવૈયા ની મદદ લેવામાં આવી હતી, તેમજ ઘટનાની જાણ આજુબાજુના લોકો અનૈ ગ્રામજનો થતા હળવદ મામલતદાર વી.કે.સોલંકી ટીડીઓ અમિત રાવલ, ડી, એમ, કણજરીયા, અરવિંદ ભાઈ, સ્થાનિક તરવૈયા સહિતની ટીમ દોડી આવી હતી,

ઉંડા પાણીમાં બન્ને ભાઈઓ ગરકાવ ડુબી જવાથી મોત થયા હતા, ભારે શોધખોળ બાદ ટીકર ના તરવૈયા ની ટીમ એ નર્મદા કેનાલમાં થી(કરણ/કિશન) ૨ ભાઈઓની લાશ શોધી કાઠી હતી, જયારે વિકમનો આબાદ બચાવ થયો હતો,પરિવાર પર દુખ ના આભ તૂટી પડ્યા હતા,
મયુર રાવલ હળવદ
M. 990945855

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY