પત્ની,પુત્ર સહિત ગાડી માં સવાર સુરત ના વકીલ ને ઇજા
નેશનલ હાઈવે ૪૮ ઉપર સાંજ ના ૬ વાગ્યા ના અરસામાં દેથાણ પાસે થી પસાર થતા ભાજપ ના માજી ધારાસભ્ય ને અજાણી ફોર વહીલ કારે ટક્કર માળતા ધારાસભ્ય તેમજ પુત્ર,પત્ની ઉપરાંત સુરત ના વકીલ ને નાની મોટી ઉજાઓ પહોંચવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી થી અમદાવાદ જઇ રહેલા ભાજપ ના માજી ધારાસભ્ય લક્ષ્મણ ભાઈ પટેલ ઉ.વ ૭૧ ના ઓની ગાડી ને પાલેજ નજદીક દેથાણ પાસે અકસ્માત નડ્યો હતો, માજી ધારાસભ્ય ની ગાડી ને ઓવર ટેક કરવા જતાં એક અજાણી ફોર વહીલ કારે કાબુ ગુમાવતા ધારાસભ્ય ની ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં માજી ધારાસભ્ય ને હાથ અને પગ ના ભાગે ઈજાઓ થતા તેઓને પાલેજ ના મલંગખાન ઉર્ફે સલીમ ખાન રેહમાનખાન પઠાણ ઘટના સ્થળે દોડી જઇ તેઓને તાત્કાલિક પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા
અકસ્માત માં માજી ધારા સભ્યના પત્ની,પુત્ર તેમજ અન્ય સભ્ય જેમને વધુ ઈજાઓ થવા પામી હતી પાલેજ ખાતે પ્રાથમિક સારવાર આપી આગળ ખસેડવામાં આયા હતા જેમાં તેઓના પત્ની લક્ષ્મીબેન ઉ.વ-૬૫ ને બંને પગે ફ્રેકચર થવા પામ્યા હતા ઉપરાંત કાર માં સવાર સુરત ના વકીલ શુસીલ ભાઈ જેઓ ને વધુ સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પુત્ર સૌરભ પટેલ ને શરીર ના ભાગે ઉજાઓ થવા પામી હતી જેને પાલેજ ખાતે સારવાર આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




