યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૧૦ લાખની ખંડણી માંગનારા ૩ ઝડપાયા

0
9

મોરબી,તા.૧૦
મોરબી શહેરમાં ૨૦ વર્ષની યુવતિના બીભત્સ ફોટા તેણીના પિતાને વોટ્સએપ ઉપર મળ્યા હતા બાદમાં પિતાને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને સામે છેડેથી કહેવામાં આવ્યું હતું કે જો તમે રૂ. ૧૦ લાખ નહિ આપો તો તમારી દીકરીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું. આ અંગે કચવાટ બાદ અંતે પિતાએ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારે એ ડિવિઝન પોલીસે પિતાને વિશ્વાસમાં લઈને તેમનું નામ કે ઓળખ જાહેર કર્યા વગર આરોપીને પકડી પાડવાનું કહ્યું હતું.
આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ આદરીને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરનાર મિતેન ઉર્ફે પ્રેમ અરૂણભાઈ આશર (ઉ.વ.૨૨) શહેઝાદ કાળુભાઈ પરમાર (ઉ.વ.૨૨) તેમજ શાહરૂખ જબ્બારભાઈ ભટ્ટી (ઉ.વ.૨૧)ને પકડી પાડયા છે. આ અંગે વધુ વિગત આપતા એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું કે શાહરૂખે મિતેન ઉર્ફે પ્રેમના મોબાઈલમાંથી યુવતીના ફોટા મેળવીને યુવતીના પિતાને મોકલ્યા હતા અને વોટ્સએપ કોલ ઉપરથી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી હતી.
વધુમાં તેઓએ કહ્યું કે હાલ આ ત્રણેય શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ કરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન આ કેસની વધુ વિગતો ખુલશે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં ઘટેલી આ કલંકિત ઘટના બાદ પોલીસે આરોપીઓને તુરંત જ પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY