રશિયામાં વિમાન સાથે પક્ષીઓનું ટાળુ અથડાયુઃ પાયલોટે ૨૩૩ લોકોના જીવ બચાવ્યા

0
7

મૉસ્કો,તા.૧૬
રશિયાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રશિયાની એક ફ્લાઇટમાં સવાર ૨૩૩ મુસાફરોનો જીવ જોખમમાં ત્યારે મુકાઈ ગયો જ્યારે વિમાનના ટેકઓફ બાદ પક્ષીઓનું ટોળું અથડાયું હતું. જોકે પાયલોટની સૂઝબૂઝના કારણે ૨૩૩ લોકોના જીવ બચી ગયા.
મીડિયા રિપોર્ટ મુજબ રશિયાની યૂરાલ એરલાઇન્સના વિમાન એરબસ ૩૨૧એ ૨૩૩ મુસાફરોને લઈ મોસ્કો એરપોર્ટથી ઉડાન ભરી હતી. ત્યારે શહેરની બહાર જતા પક્ષીઓના ટોળા સાથે અથડાયું હતું. જેના કારણે સ્થિતિ વણસી હતી. આવી સ્થિતિમાં વિમાનને આગળ લઈ જવું સંભવ નહોતું. પરંતુ તે સમયે વિમાનના પાયલોટે સૂઝબૂઝનો પરિચય આપી વિમાનની ઇમરજન્સી લેન્ડીંગનો નિર્ણય કર્યો.
ત્યાર બાદ પાયલોટે શહેરના દક્ષિણ પૂર્વી ક્ષેત્રમાં આવેલ મકાઈના એક ખેતરમાં વિમાનને ઉતાર્યું. પાયલોટે આટલી ચતુરાઈથી આ કામને અંજામ આપ્યો કે કોઈ પણ પ્રકારથી જાનહાનિ થતા અટકી હતી. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાયલ મુજબ વિમાનમાં સવાર ૨૩ લોકોને ઇજા થઈ છે. પરંતુ કોઈ પણ યાત્રીના મોત થવા હોવાના સમાચાર નથી. રૂસની સરકારી ટેલિવિઝન કંપનીએ આ ઘટનાને એક ચમત્કાર બતાવી અને પાયલોટ દામિર યુસુપોવને ‘હીરો’ બતાવ્યો છે. જેને ૨૩૩ જીવ બચાવ્યા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY