સરસાણા કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય કાર્યક્રમ સહિત સ્કૂલ, કૉલેજો, ગાર્ડન, પાર્ટીપ્લોટમાં યોગમય વાતાવરણ
વિશ્વ યોગ દિવસ નિમિતે આજે સવારે ૬ વાગ્યાના ટકોરે સુરત શહેર અને જિલ્લામાં શાળા કોલેજો, ખાનગી પ્લોટો, સંસ્થાઓ, ગાર્ડન સહિત કુલ ૩૩૩૪ સ્થળોએ યોગ દિવસની થયેલી ભવ્ય ઉજવણીમાં આબાલ વુદ્વો મળીને કુલ ૧૫ લાખથી વધુ લોકો યોગ દિવસમાં જોડાયા હતા.
દર વર્ષે ૨૧ મી જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય છે. આ માટે શહેરીજનો તથા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થાય છે. આજે સુરત શહેરમાં મુખ્ય સરસાણા કન્વેશન હોલમાં વન, આદિજાતિ મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થઇ હતી. જેમાં ૧૨,૦૦૦ થી વધુ શહેરીજનો, અધિકારીઓ તેમજ અન્યો જોડાયા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે આતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય થઇ રહયુ છે. આત્માથી પરમાત્મા સાથે જોડાવાની ક્રિયા એટલે યોગ. માણસના મન અને તનને ઉજાગર કરીને દરેક રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવવાનું કાર્ય યોગ દ્વારા શકય બને છે.
આજે સુરત શહેર અને જિલ્લામાં આજે યોજાયેલ યોગ દિવસમાં પાલિકા વિસ્તારમાં ૫૩ થી વધુ સ્થળોએ ૧૩૪૦૬૬ શહેરીજનો,૧૯૯૧ સંસ્થાઓમાં ૭૩૬,૭૦૫ લોકો, ૭૪૩ સ્વૈચ્છિક સંસ્થાઓમાં ૫,૩૫,૨૯૧ તથા જિલ્લાની છ નગરપાલિકાઓના ૧૩ સ્થળોએ ૧૦,૪૫૬ નાગરિકો, નવ તાલુકામાં ૩૩૩ સ્થળોએ ૮૧૭૬૨ ગ્રામજનો મળીને સુરત શહેર અને જિલ્લામાં અલગ અલગ કુલ ૩૩૩૪ સ્થળોએ ૧૫ લાખથી વધુ નાગરિકો યોગ દિનની ઉજવણીમાં જોડાયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



