ચેન્નાઇ,તા.૨૭
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા ભલે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પરંતુ આજે પણ તેમના બેંક ખાતાઓ અને ઇન્કમ ટેક્સ સાથે જાડાયેલી સમસ્યાઓ ‘જૈસે થૈ’ પરિસ્થિતિમાં છે. જાણકારી મળી છે કે, તેમના બેન્ક ખાતાઓમાં દર મહિને પૈસા જમા થઇ રહ્યા છે. આ રૂપિયા જયલલિતાના વ્યવસાયી અને રહેણાંક સંપત્તિના ભાડાથી આવે છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,’અમને સુચના મળી છે કે, જયલલિતાના બેન્ક ખાતાઓમાં દર મહિને પૈસા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા કોડાનાડ એસ્ટેટ સમેત અન્ય વ્યાવસાયિક અને રહેણાંક સંપત્તિના ભાડાના સ્વરૂપે આવી રહ્યા છે.’
જયલલિતાના અવસાન બાદ પણ તેમનું ટેક્સ એરિયર વધતુ જઇ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિ આ ટેક્સ એરિયરની ચૂકવણી કરવા માટે અને ટેક્સ રિટર્ન ભરવા માટે સામે આવ્યું નથી. ડિપાર્ટમેન્ટને પૂર્વ મુખ્યમંત્રી તરફથી ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮નું ઇન્કમ ટેક્સ રિટર્ન અત્યાર સુધી પ્રાપ્ત નથી થયું.
નોંધનિય છે કે, આયકર વિભાગે બે દિવસ પહેલા એવું કહીને સૌને ચોંકાવી દીધા હતા કે, જયલલિતાના પ્રસિદ્ધ પોએસ ગાર્ડવ ઘર સહિત સંપત્તિઓને ૧૬ કરોડ રૂપિયાના આઇટીની ચૂકવણી માટે વર્ષ ૨૦૦૭માં જ અટૈચ કરી દેવામાં આવ્યું હતું. જયલલિતાનું નિધન ૨ ડિસેમ્બર ૨૦૧૬નારોજ થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




