મુંબઈ,તા.૧૩
તમે બહુ સરસ રીતે બદલા ફિલ્મમાં વકીલનો રોલ કર્યો છે. એ માટે તમે કોર્ટમાં જઇને વકીલોને મળેલા ખરા ? એવા સવાલના જવાબમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બહુ સરસ વાત કરી હતી.
બદલા ફિલ્મમાં એડવોકેટ બાદલ ગુપ્તાનો રોલ કરી ચૂકેલા અમિતાભ સોશ્યલ મિડિયા પર પોતાના ફેન્સ સાથે સંવાદ કરી રહ્યા હતા. એવા એક ફેને આ સવાલ પૂછ્યો ત્યારે અમિતાભ બચ્ચને જવાબમાં લખ્યું, ‘ઇશ્વર કૃપાથી આજ સુધી મારે કોર્ટનાં પગથિયાં ચડવાનો વખત આવ્યો નથી અને મેં આ રોલ માટે કોઇ વકીલ સાથે વાતચીત પણ કરી નહોતી. જો કે મારા મિત્રોમાં કેટલાક વકીલોનો સમાવેશ થાય છે. એમની સાથે ક્યારેક વાતચીત કરતી વખતે એમના હાવભાવ પર મારી નજર હોય છે. એમની બોલવા-ચાલવાની રીતનું હું અનાયાસે નિરીક્ષણ કરી લઉં છું.’
જા કે બીગ બી તરીકે ઓળખાતા આ કલાકારે એકરાર કર્યો હતો કે અત્યાર સુધીમાં માત્ર એકવાર લંડનની કોર્ટમાં મેં હાજરી આપી હતી. બોફર્સ કેસમાં મને સંડોવી દેવામાં આવ્યો ત્યારે મારી નિર્દોષતા પુરવાર કરવા માટેના કેસમાં હું લંડનની કોર્ટમાં હાજર થયો હતો. એ સિવાય હું કદી કોર્ટનાં પગથિયાં ચડયો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




