દેશભરમાં જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ. ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી. ૧૧ એપ્રિલ થી લઈને ૧૮ મે સુધી જુદાજુદા સાત ચરણોમાં મતદાન થશે. લગભગ ૯૦ કરોડ મતદારો છે,લગભગ દસ લાખ પોલીંગ બુથ ઉપર સધન સુરક્ષાની વચ્ચે મતદાન નું કાર્ય થશે. ૨૩ મેના દિવસે મતગણતરી થશે અને એ જ દિવસે સાંજ સુધીમાં પરિણામો આવી જશે કે કોની સરકાર બનવા જઈ રહી છે. દેશના લોકો પરિવર્તન કરે છે કે પુનરાવર્તન એ તો પરિણામો જ બતાવશે. પરંતુ તાજેતરમાં જે માહોલ બન્યો છે તે એર સ્ટાઈક પછી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. ૨૦૧૪માં ભારતના રાજકીય પક્ષો જે અલગ-અલગ હતા તે અત્યારે નથી જેમકે યુપીમાં એકબીજાની વિરુદ્ધ લડી રહેલા સપા અને બસપા ભાજપ અને મોદીજી ની વિરુદ્ધ એક થઈ ગયા છે તમામ પક્ષોને એવું લાગી રહ્યું છે કે ભાજપ- મોદીજીની સામે એક નહીં થઈએ તો ભારતના રાજકારણમાં ટકી રહેવું મુશ્કેલ થઈ જશે એટલા માટે નવા નવાગઠબંધન અને મહાગઠબંધન બની રહ્યા છે.
૨૦૧૪ની ચૂંટણીઓને જોઈએ તો તે સમયનો માહોલ અલગ જ હતો આ ચૂંટણીઓ પહેલા એવી કેટલી ઉથલપાથલ દેશમાં થઈ છે કે મોદીની સરકાર નો વિરોધ એટલે દેશની સેના નો વિરોધ કોંગ્રેસનો આરોપ છે કે ભાજપા સેના ઉપર રાજનીતિ કરી રહી છે જ્યારે કે ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ સેનાની કાર્યવાહી પર શંકા કરીને સાબિતીઓ માંગી સેનાનું અપમાન કરી રહી છે ક્યાંક રફાલ વિમાન સદા ઉપર નિવેદનબાજી થઈ રહી છે તો ક્યાંક નોટબંધી નો મુદ્દો ઉછળી રહ્યો છે આતંકવાદનો મુદ્દો ચૂંટણીમાં ધીરે-ધીરે હાવી થઈ રહ્યો હોય તેવું નજરમાં આવે છે દેશની સમસ્યા અને લોકોના પ્રશ્નો ખૂણામાં અને સેનાની કાર્યવાહી નો મુદ્દો મુખ્ય બની જાય તો નવાઈ નહીં હોય. સાબિતીઓ માંગવા વાળા ને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે રોજગારીનો મુદ્દો ક્યારેક ઉછળે છે તો ક્યારેક નરમ નજર આવી રહ્યો છે ૨૦૧૪ ની જેમ આ વખતે પણ સરકારને માટે આજના સમયના માહોલ તેમના પક્ષમાં ઓછો નજર આવી રહ્યો છે ૨૦૧૪માં યુપીએ ઉભરી શક્યો ન હતો પરંતુ એનડીએમાં શું થશે એ કહેવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.
ભારતના મતદારો ઘણા ચતુર છે સાંભળવાનું દરેકનું પરંતુ મતદાન પોતાની રીતે કરશે. આ વખતે પહેલી વાર મતદાન કરવાવાળાની સંખ્યા ૮ કરોડ છે. ચૂંટણીમાં સોશિયલ મીડિયાનું પણ હવે મહત્વ વધી ગયું છે. એક બીજી સમસ્યા પણ ફેક ન્યુઝની છે. ચૂંટણીપંચે તેને પહોંચી વળવા નો પ્રયાસ અવશ્ય કર્યો છે છતાં પણ મતદાતાઓને ભ્રમિત કરે એવી પોસ્ટ સૌથી પહેલા કયા ગ્રુપમાં ક્રિએટ કરવામાં આવી એ જાણવું જરૂરી છે ચૂંટણીના દિવસે યા તેના પહેલા એક પણ ફેક ન્યૂઝ મતદાતા અને મતદાન ઉપર પ્રભાવ પાડી શકે છે. અને સૌથી મોટી સમસ્યા એવા મતદારોની છે કે જેઓ ફેક ન્યુઝ શુ છે તે જાણતા જ નથી સોશિયલ મીડિયા પર કેટલી હદ સુધી સાણસો કસી શકાશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક વાત મુશ્કેલ નથી અને તે એ છે કે ૨૦૧૯ ની ચૂંટણી ૨૦૧૪ની તુલનામાં રોમાચક ભરી હશે. આ વખતે ના તો પંદર લાખ નો વાયદો, નાતો અચ્છે દિન, આ વખતે સાબિતીનુ રાજકારણ. મિત્રોને વધારે ધનવાન બનાવવાના આરોપ, રફાલ વિમાનમાં એક ઉદ્યોગપતિને બેહદ આર્થિક લાભ પહોંચાડવાનો આરોપ, એવા કેટલાયે આરોપ- પ્રતિઆરોપ લાગતા લાગતા આખરે ૨૩ મે ક્્યારે આવી જશે તેની ખબરજ નહી પડે. અને જાત જાતામા આવનાર પાંચ વર્ષ માટે નવી સરકાર તૈયાર થઈ જશે. પરંતુ તે કોની હશે એ તો એક દિવસનો બાદશાહ સામાન્ય મતદાતા નક્કી કરશે. નયા દેશ, નયા જનાદેશ, નઈ સરકાર નઈ આશા- નઈ ઉમંગની સાથે નવા તરંગો લઈને ૨૬ મે કે તેના પછી કોણ વડાપ્રધાન બનશે તેના માટે તો રાહ જાવીજ રહી…. ઇંતેજાર ઔર ઇન્તેજાર… અબકી બાર કિસ કી સરકાર….. બાર બાર અગલી બાર….?!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


