પ્રભાસ અભિનીત ‘સાહો’નું નવું પોસ્ટર રિલીઝ

0
4

મુંબઈ,તા.૨૮
ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલનારી ફિલ્મ ‘બાબુબલી’ના સ્ટાર પ્રભાસને લઈને લોકોમાં ઘણી દીવાનગી છે. હવે ટૂંક સમયમાં આપણો ‘બાહુબલી’ બિગ બજેટ એક્શન ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે. આ ફિલ્મને લઈને જેટલા ફેન્સ બકરાર છે તો પ્રભાસ પણ ઉત્સાહિત છે. હવે પ્રભાસે ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરીને સનસની મચાવી દીધી છે.
સોમવારે ‘સાહો’ના નિર્માતાઓએ આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. એક નવા પોસ્ટરમાં પ્રભાસ શાનદાર એક્શન મૂડમાં જાવા મળી રહ્યો છે. પ્રભાસના દીવાને ફેન્સ આ નવા લુકને ખુબ પસંદ કરી રહ્યાં છે. સામે આવતા આ પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે આ એક્શન ફિલ્મને સુજીતે ડાયરેક્ટ કરી છે. તો ભૂષણ કુમાર, કરણ જોહર, વી વામશી કૃષ્ણ રેડ્ડી અને પ્રમોદ ઉપ્પલપતિ આ બિગ બજેટ ફિલ્મના પ્રોડ્યૂસર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY