ના…હોય… કરણ જોહરે ઇશાન ખટ્ટરને હાંકી કાઢ્યો..?!!

0
5

મુંબઈ,તા.૨૮
અભિનેતા કમ ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને સોશ્યલ મિડિયા પર એવો દાવો કર્યો હતો કે આગેવાન ફિલ્મ સર્જક કરણ જાહરે પોતાની શોધ સમાન અભિનેતા ઇશાન ખટ્ટરને પડતો મૂક્યો હતો.
અત્રે એ નોંધવું જોઇએ કે હિટ મરાઠી ફિલ્મ સૈરાટ પરથી કરણે હિન્દીમાં બનાવેલી ફિલ્મ ધડકમાં ખુદ કરણે સદ્ગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી સાથે ઇશાનને પહેલી તક આપી હતી. જાન્હવી અને ઇશાનની આ પહેલી ફિલ્મ હતી જે હિટ નીવડી હતી.
કમાલે એવો દાવો કર્યો હતો કે પહેલી ફિલ્મ હિટ નીવડતાં ઇશાનના દિમાગમાં રાઇ ભરાઇ ગઇ હતી અને એણે કરણ સાથે તુમાખીથી વાત કરવા માંડતાં કરણે એને દરવાજા દેખાડી દીધો હતો.
કમાલે એમ પણ લખ્યું હતું કે ભવિષ્યમાં કરણ ઇશાનને લઇને કદી કોઇ ફિલ્મ નહીં બનાવે. ઇશાન મોખરાના અભિનેતા શાહિદ કપૂરનો ઓરમાન ભાઇ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY