મુંબઇ,તા.૧૨
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ નેશનલ સ્ટોક એક્સચેંજના ચેરમેન પદ પરથી અશોક ચાવલાએ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. અશોક ચાવલાને વર્ષ ૨૦૧૬માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ તેઓએ પ્રાઇવેટ સેક્ટર બેંક યસ બેંકના ગેર કાર્યકારી ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ સિવાય એવિએશન કંપની જેટ એરવેઝના બોર્ડમાં પણ અશોક ચાવલા સામેલ હતા.
અશોક ચાવલા ગુજરાત કેડરના આઇએએસ છે, તેઓ એનએસઇના ચેરમેન બન્યા પહેલા ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ નાણા સચિવ અને નાગર વિમાનન સચિવ સહિત અન્ય પદો પર કામગીરી નિભાવી ચૂક્યા છે.
૧૩ મે ૨૦૦૯થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૧ સુધી સરકારી બેંક એસબીઆઇના ડાયરેક્ટર પણ રહી ચૂક્્યા છે, તેઓ એલઆઇસીના ડાયરેક્ટર પદ પર પણ રહી ચૂક્્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




