મુંબઈમાં વરસાદી આફત: સાત લોકોના મોત,સ્કૂલ-કાલેજામાં રજા જાહેર

0
34

મુંબઈ,તા.૯
મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેની સાથે જાડાયેલી ઘટનાઓમાં ૭ લોકોના મોત થયા છે. નાલા સોપારા, વસઈ, નવી મુંબઈ અને થાણેના અનેક વિસ્તારોમાં સોમવારે પાણી ભરાઈ ગયું છે. નાલા સોપારામાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે. રેલવેનું કહેવું છે કે બાકી વિસ્તારોમાં ટ્રેન સેવા પર કોઈ અસર નથી પડી. બીજી તરફ, હવામાન વિભાગે સોમવારે ૧૫ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં વરસાદ રોકાવાથી રવિવારે ૮ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીની પાર થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે તમામ સ્કૂલ, કોલેજામાં રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે સોમવારે ૮.૩૦ સુધીમાં કોલાબામાં ૨૪ કલાકમાં ૧૭૦.૬ એમ એમ વરસાદ નોંધાયો હતો જે સીઝનનો સૌથી વધુ વરસાદ છે. દરમિયાન દહાણુમાં સવારે ૫.૩૦ સુધીમાં ૩૦૮ એમ એમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સાંજથી વરસાદ વધુ જાર પકડી શકે છે. તેમજ આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કુર્લામાં વરસાદને પગલે હલાવપુલ ખાતે એક ત્રણ માળની ઈમારતનો ભાગ ધરાશયી થયો હતો અને આ ઘટનામાં પાંચ લોકો ઘવાયા હતા. વરસાદને પગલે વિરારની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
રોડ પર પાણી ભરાવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળ્યા હતા. રેલવે પર સ્કાયવોક્સ પર પણ પાણી ભરાઈ જતા ઓફિસ અને સ્કૂલે જતા બાળકોને હાલાકી પડી હતી. કુર્લા, થાણે, અંધેરી, સાયન, માટુંગા, ધારાવી, ભિવંડી અને કલ્યાણમાં રસ્તા પર પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. લોકોને કામ સિવાય બહાર નહીં નિકળવા અને ઘરોમાં રહેવા સલાહ આપવામાં આવી છે.
થાણેમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદી પાણી શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. થાણેના ઈસ્ટન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ થયો છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે. વરસાદી પાણી ગટરમાંથી બેક મારતા લોકોની મુશ્કેલી વધી છે. થાણેમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા.. ત્યારે વરસાદી માહોલાના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજાની સવારેએ અંધેરી વિસ્તારને પાણીથી તરબોળ કર્યો છે. અંધેરી હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર ભરાયેલા પાણીના કારણે અનેક વાહન ચાલકો અટાવાયા છે.
દાદરમાં ભારે વરસાદ પડ્યો છે. દાદર વિસ્તારમાં અનેક રહેણાક વિસ્તાર રહીત પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. દાદર સ્ટેશન પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેનને અસર પડી છે. દાદર ઉપરાંત માટુંગા રોડ અને ગોરેગાવ સ્ટેશન પર પાણી ભરાયા છે. આ પાણીને કાઢવા માટે હેવી ડ્યુટીના પંપ લગાવવામાં આવ્યા છે. હિંદમાતામાં છ ઈંચ કરતા વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાયા હતા. અહીં વરસાદી પાણી ઉલેચવા માટે પાંચ પમ્પોની મદદ લેવામાં આવી હતી. હિંદમાતા વિસ્તારમાં આવેલી શાળાને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. હિંદમાતામા પડેલા ભારે વરસાદના કારણે વાહન વ્યવ્હાર સહિત જનજીવન પર અસર પડી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY