ઝડપથી થાય ફાંસીની સજાનો અમલ થાય: નિર્ભયાના પિતાએ વ્યક્ત કરી ઈચ્છા

0
57

ન્યુ દિલ્હી,તા.૯
રાજધાની દિલ્હીમાં વર્ષ ૨૦૧૨માં થયેલા નિર્ભયા ગેંગરેપના મામલામાં ત્રણ દોષીઓએ કરેલી પુનઃવિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા. હવે આ મામલે ચારેય આરોપીઓ પૈકી ત્રણેયને તેમના કર્મનું ફળ મળ્યું છે. નિર્ભયાને ન્યાય મળ્યો છે. નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે નિર્ભયાના પિતાએ કÌšં હતું કે હવે ગુનેગારોને ફાંસીની સજાનો અમલ ઝડપથી કરવામાં આવે, તેમાં વાર ન થાય.
નિર્ભયાની માતાએ કહ્યુ કે આ ઘટનાને ૬ વર્ષ થઈ ચૂક્યા છે. એ પછી પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. આપણી જે પ્રણાલી છે તેણે આપણને નિષ્ફળ બનાવ્યા છે. આમછતાં અમને વિશ્વાસ હતો કે ચુકાદો અમારી તરફેણમાં આવશે અને અમને ન્યાય મળશે. હવે જ્યારે દોષીતોને ફાંસી અંગે પુનઃ વિચાર કરવા અંગેની અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ કે મહિલાઓ અને બાળકીઓ પર થતાં અત્યાચાર રોકવા માટે સખત પગલાં ભરવામાં આવે.
જ્યારે નિર્ભયાના પિતાએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ છે કે તે મહિલાઓ અને બાળકીઓ પરના અત્યાચારની ઘટનાઓ પર રોકવા તેના પર ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે જ્યારે આરોપીઓને ફાંસી થશે ત્યારે દેશને ચેન પડશે. નિર્ભયાના પિતાએ કહ્યુ કે હવે દોષીતોને ફાંસીની સજા મળવામાં વાર ન થવી જોઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY