સુરેન્દ્રનગર,તા.૯
સુરેન્દ્રનગર સબ જેલમાં રહેતા કેદીઓએ જેલમાંથી જ પૈસા આપતા પ્રતિબંધિત વસ્તુઓ મળતી હોવાનો વીડિયો ઉતાર્યો હતો. આ કેસમાં ચાર કેદીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે જેલમાંથી બે કેદીઓની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
જેલ જેવા પ્રતિબંધિત સ્થળેથી વીડિયો ફેલાતા સમગ્ર રાજયના જેલ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. સુરેન્દ્રનગર જેલમાંથી વીડિયો વહેતો કરવા બદલ ચાર કેદી આદમભાઇ સલીમભાઇ માણેક, સુરેશભાઇ ભગુભાઇ, ઉદયભાઇ વલકુભાઇ અને નાસીર સલીમભાઇ સામે પ્રીઝન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તા. ૨૭ નવેમ્બરના રોજ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા ગુના બાદ ૧૧ દિવસ પછી પોલીસ હરકતમાં આવી હતી. જેમાં જેલમાં રહેલા ઉદયભાઇ વલકુભાઇ ધાધલ અને આદમભાઇ સલીમભાઇ માણેકની જેલમાંથી ધરપકડ કરાઇ હતી. જયારે અન્ય બે આરોપીઓ સુરેશભાઇ ભગુભાઇ અને નાસીરભાઇ સલીમભાઇની જેલ ટ્રાન્સફર થઇ હોવાથી તેમની અટક હવે કરાશે. આ બન્ને આરોપીઓ પાસે મોબાઇલ કેઆઇવાયએથી આવ્યો? જેલમાં કોણ કોણ પ્રતિબંધિત વસ્તુઓ અંદર લાવવામાં સંડોવાયેલુ છે? વીડિયો બહાર સૌ પ્રથમ કોને મોકલ્યો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરનાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



