લોકપાલ પસંદગી સમિતિની બેઠકનો ફરી એકવાર કોંગ્રેસે બહિષ્કાર કર્યો

0
10

ન્યુ દિલ્હી,તા.૫
લોકપાલની પસંદગી સમિતિમાં જ્યાં સુધી સૌથી મોટા વિપક્ષના સભ્યને સંપૂર્ણકક્ષાનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી પક્ષ બેઠકનો બહિષ્કાર કરતી રહેશે એવું ભારપૂર્વક જણાવી કાંગ્રેસે આ વરસે સતત પાંચમી વખત લોકપાલની પસંદગી સમિતીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
લોકસભામાં કાંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંગળવારે યોજાયેલી લોકપાલની પસંદગી સમિતીની બેઠકનો બહિષ્કાર કરવાના પક્ષના નિર્ણય અંગે જાણ કરી હતી.
લોકપાલ ઍક્ટ ૨૦૧૩ની કલમ ૪ અંતર્ગત એવી કોઈ જાગવાઈ ન હોવાની હકીકતથી વાકેફ હોવા છતાં સરકાર સમિતીની બેઠકમાં વિશેષ આમંત્રિત તરીકે હાજર રહેવા સતત આમંત્રણ આપી રહી છે એમ જણાવતાં તેમણે કÌšં હતું કે હિસ્સો લેવાના, અભિપ્રાય આપવાના અને મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવાના અધિકાર વિના બેઠકમાં હાજર રહેવું એ પત્ર તેમ જ લોકપાલ કાયદા એમ બંનેનો ભંગ કરવા બરાબર હશે.
આ કારણે જ આદરપૂર્વક આમંત્રણ નકારવાની અને બેઠકમાં હાજર ન રહેવાની મને ફરજ પડી છે, એમ તેમણે વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું. લોકસભામાં કાંગ્રેસ સૌથી મોટો વિપક્ષ છે. અગાઉ ખાર્ગેએ વડા પ્રધાનના વડપણ હેઠળ મળેલી લોકપાલની પસંદગી સમિતિની બેઠકનો પણ બહિષ્કાર કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY