તિરુવનંતપુરમ્,તા.૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુસ્લિમ ટોપી નહીં પહેરવા અંગે ટિપ્પણી કરી છે. શશી થરુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે કે જા તેઓ દેશ-વિદેશના પ્રત્યેક પોશાક અને પરિધાન પહેરે છે તો પછી મુસ્લિમ ટોપી પહેરવા સામે તેમને શો વાંધો છે? તેઓ મુસ્લિમ ટોપી પહેરવાનું કેમ ટાળે છે?
હિંદુ તાલિબાનવાળા નિવેદન બાદ કોંગ્રેસ નેતા શશી થરુરે આ નિવેદન કરતાં વિવાદ છેડાયો છે. શશી થરુરે તિરુવનંતંપુરમ્ ખાતે નફરત વિરુદ્ધ ઊભા થવાના વિષય પર આયોજિત એક પરિસંવાદમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઇને સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશ સાથે ગેરવર્તણૂક કરનાર લોકોની ભારે ટીકા કરી હતી. ભારતના ફિલોસોફીથી વાકેફ કરાવનારા આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદ જા આજે હયાત હોત તો માનવતાનું સમર્થન કરવા બદલ તેમના પર પણ હિંસક હુમલાઓ થતા.
શશી થરુરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે અને ત્યાં તેઓ અલગ અલગ પ્રકારના વસ્ત્રો અને પોશાક ધારણ કરે છે. થરુરે જણાવ્યું કે પીએમ મોદી દેશ-વિદેશના પોશાક પહેરતા હોય તો પછી મુસ્લિમ ટોપી પહેરવાનું કેમ ટાળે છે? એટલું જ નહીં શશી થરુરે પીએમ મોદીના કપડાંના કલર પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇએ અત્યાર સુધી કયારેય લીલા રંગનાં કપડાંમાં જાયા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




