નડિયાદ શહેરને વધુ સ્વચ્છ બનાવવા પ્રબૂધ્ધ્ં‍ નાગરિક સંગઠન સહયોગ કરશે ગ્રીન નડિયાદ-કલીન નડિયાદના સૂત્રને ચરિતાર્થ કરવા શહેરમાં પ્રબૂધ્ધ નાગરિક સંગઠનની રચના

0
38

નડિયાદ –મંગળવાર-નડિયાદ ખાતે ડાકોર રોડ પર આવેલ આનંદ આશ્રમમાં નડિયાદ શહેરના વિવિધ ક્ષેત્રમાંથી આવતા નગરજનોની હાજરીમાં ‘ગ્રીન નડિયાદ કલીન નડિયાદ’ ના સુત્રને વેગ આપવા અને આ કાર્યમાં સંકળાયેલ સરકારી અને અર્ધસરકારી એજન્‍્સીઓને સહાયરૂપ થવાના નિર્મળ ઉદેશ સાથે ‘પ્રબૂધ્ધ નડીયાદ’ નામના સંગઠનની રચનાની જાહેરાત આનંદ આશ્રમના પૂજય સ્વામી મુદિતવંદનાનંદજી દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે પૂ.સ્‍્વામીજીએ જણાવેલ કે રાષ્‍ટ્રીય કક્ષાએ વડા પ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીએ સમગ્ર દેશને સ્‍વચ્‍છ બનાવવા માટે ‘સ્‍વચ્‍છ ભારત’નું આહવાન આપ્‍યું છે. જે અંતર્ગત રાજય,શહેર,ગામોમાં સ્‍વચ્‍છતાના કામો હાથ ધરાયા છે. નડિયાદમાં પણ નગરપાલિકા દ્વારા શહેરને સ્‍વચ્‍છ બનાવવા માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સફાઈને લગતા અનેકવિધ સાધનો પણ વસાવવામાં આવ્યા છે, નગરપાલિકાના હોદેદારો અને અધિકારીઓના સહયોગથી શહેરની સ્‍વચ્‍છતાને વધુ લોક પ્રતિસાદ મળે તે માટે ‘પ્રબૂધ્‍ધ નડિયાદ’ સંગઠનનો ઉદેશ્ય નગરપાલિકાના કામને સહયોગી થવાનો અને સર્વે નગરજનોની સાથે રહી ‘ગ્રીન નડિયાદ કલીન નડિયાદ’ ના સુત્રને ચરિતાર્થ કરવાનો છે, આ કાર્યમાં શહેરના દરેક ક્ષેત્રના નાગરિકો જોડાય તેવી અપેક્ષા છે. આગામી સમયમાં આ કામને વેગ આપવામાં રસ ધરાવતા અને સમય ફાળવી શકતા નાગરીકોની જનરલ સમિતિની અને કાર્યને બારીકાઈથી ઘડવા માટે વર્કિંગ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિઓની સમયાંતરે બેઠક યોજવામાં આવશે. આ પ્રસંગે શહેરની લાયન્‍્સ કલબ, રોટરી કલબ, જેસીસ કલબ, સીનીયર સીટીઝન્‍્સ કલબો,સીનીયર સીટીઝન કલબ્સ ફેડરેશન,હિંદુ,મુસ્‍લિમ,શીખ,ખિસ્‍ત્તી વિગેરે જ્ઞાતિના આગેવાનો, શહેરની મુખ્ય શૈક્ષણિક સંસ્‍થાઓ,મહિલા સંસ્‍થાઓના આગેવાન બહેનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ હાજર રહેલા નડીયાદ નગરપાલિકાના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ દેસાઈએ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ શહેર સ્‍વચ્‍છતાના કામોની વિગતો આપી હતી. તેમણે ‘પ્રબૂધ્‍ધ નડીયાદ’ સંગઠનની રચનાનો વિચાર આપી તેણે મૂર્ત સ્‍વરૂપ આપવા બદલ પૂજય સ્‍વામી મુદતવંદનાનંદજીનો આભાર માન્‍્યો હતો અને આ કાર્યમાં જોડાનાર સર્વ સુજ્ઞ શહેરીજનોને અભિનંદન આપ્‍યા હતા. વધુમાં તેમણે જણાવ્‍્યું કે શહેરીજનોના હકારાત્‍મક સુચનોને નગરપાલિકા આવકારે છે અને આવા સૂચનોનો અમલ કરવા ચોકકસ પગલા લેવામાં આવશે. આપણે બધા સાથે મળી નડિયાદ શહેરને સ્‍વચ્‍છ  અને લીલુંછમ બનાવીએ. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરના ગાદીપતિ મહંત રામદાસ મહારાજશ્રીએ મોબાઈલ દ્વારા શુભેચ્‍્છા સંદેશ આપતા જણાવેલ કે, ‘પ્રબૂધ્‍ધ નડિયાદ’ નામના સંગઠનની રચના એ ખુબજ આવકારદાયક પગલું છે. મારી શહેરીજનોને અપીલ છે કે આ સંસ્‍થાના કાર્યમાં સક્રિય રીતે સહુ જોડાય, શ્રી સંતરામ મંદિર આ સંગઠનની સાથે છે આ સ્‍તુત્‍ય પગલું ભરવામાં આગેવાની લેવા માટે સ્‍વામી મુદતવંદનાનંદજીને અને સંલગ્ન કાર્યકર્તાઓને અભિનંદન અને શ્રી સંતરામ મહારાજના આર્શીવાદ. આજ રીતે બ્રહ્યષિ સંસ્‍કારધામ, નડિયાદ ના પૂજય શાસ્‍ત્રીએ પણ ખાસ હાજરી આપી આર્શીવાદ આપ્‍યા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY