મંગળવારે રાત્રે વરસાદ પડતા 12 કલાક રાજપીપળામાં વીજ પુરવઠો ઠપ્પ થતા લોકોમાં રોષ
રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા વીજપુરવઠો બંધ કરાતા અને વારંવાર લાઈનોમાં ફોલ્ટ થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ઉનાળાના ધગધગતા તાપમાં બે વાર પ્રિ મોન્સૂન કામગીરી ના બહાને ગરમી વેઠયા બાદ ગઈ કાલે મંગળવારે વરસાદ આવતાજ રાત્રે સમગ્ર નગરમાં વીજપુરવઠો ખોટકાતા અંધારપટ છવાઈ ગયો હતો છેલ્લા 12 કલાક જેટલો સમય થયો હોવા છતાં વીજપુરવઠો ચાલુ ન થતા વીજ કંપનીની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી હાલ થોડો વરસાદ બંધ થયા બાદ તાપ આવતા વીજપુરવઠા વિના લોકો ગરમીમાં બફાયા હતા
રાજપીપળાની પ્રજા એ સોસીયલ મીડિયા ઉપર પણ વીજ કંપનીના આવા ઢીલા વલણની ટીકા કરી હતી અને લોોમાં વ્યાપક રોષની લાગણી વર્તાઈ રહી છે ઉપરાંત મધરાત્રીએ વીજ કંપનીના ફરિયાદ સેન્ટરનો ફોન પણ કોઈ ન ઉપાડતા લોકો રોષે ભરાયા હતા
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળા વિજકંપની માં અનુભવી સ્ટાફની અછત વર્તાઈ રહી ે તેમજ ારંવાર ફોલ્ટ થતા જે વીજ વાયરો છે તેમને નવા બદલવાની જગ્યાએ જોઈન્ટ મારીને ગાડું ગબડાવાય છે અને ટ્રાન્સફોર્મર ઉપર જરૂરત કરતા બમણો લોડ છે જેના કારણે વારંવાર સમસ્યા સર્જાય છે ઉપરાંત વિજકંપની દ્વારા નવા ટ્રાન્સફોર્મર નાખવામાં આવતા નથી જેથી ઓવરલોડમાં પણ આ તકલીફ ઉભી થાય છે.
આ બાબતે વિજકંપનીના મુખ્ય ઈજનેર એ.જી. પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત રાત્રીએ વરસાદના કારણે ફીડર ટ્રીપ થતા વીજપુરવઠો ખોરવાયો હતો એ એટેન્ડ કર્યા બાદ બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ રાજપીપળા 66 kv સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો કે જે 11 kv ફિડર ને પાવર સપ્લાય પૂરો પાડે છે જેથી ફરી વીજપુરવઠો ખોરવાયો હતો અને અહીંયા રિપેરેશન કર્યા બાદ ફરી બ્લાસ્ટ થયો જે રીપેર થતા હજુ 2 કલાક જેવો સમય લાગી શકે છે આ સબ સ્ટેશન જેટકો દ્વારા સંચાલન થાય છે અને તે શરૂ થતાંજ બને તેટલું જલ્દી પાવરસપ્લાય શરૂ કરી દેવાશે તેમ જણાવ્યું હતું
વારંવાર ની આ તકલીફથી કંટાળેલા રાજપીપળાના કેટલાક પત્રકારો અને જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે કડક પગલાં લેવા મૌખિક રજુઆત કરી હતી ત્યારે કલેક્ટર હવે શું કરે છે એ પણ જોવું રહ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





