રાજપીપળા : વિશ્વ ડ્રગ વિરોધી દિન નિમિતે તા ૨૬/૬/૨૦૧૯ ના જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા શ્રી એ.એન. બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે 26 જુન ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ગેરકાયદે ટ્રાફિકિંગ 2019 અંતર્ગત જાગ્રૂતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું જેમા જિલ્લા કાનુની સત્તા મંડળના વકીલો તથા શાળાના આચાર્ય તથા અન્ય શિક્ષકો કર્મચારીઓ તથા શાળાના 400 બાળકોએ હાજરી આપી હતી,
આ કાર્યક્રમમા મુખ્યત્વે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ કલમ ૭૭ કોઇ પણ બાળક્ને નશીલી દારૂ અથવા નાર્કોટીક ડૃગ અથવા સાઇકોપેટ્રીક પદાર્થ આપવાની સાત વર્ષની સજા તેમજ એક લાખનો દંડ અંગેની જોગવાઇ કરવામા આવેલ છે તે અંગે બાળકોને સમજ આપવામા આવી,
કલમ ૭૮ અન્વયે કોઇ પણ નશીલી દારૂ , નારકોટીક ડ્રગ અથવા સાઇકોપેટ્રીક પદાર્થના વેચાણ,હેરાફેરી, દાણચોરી કરવા માટે બાળકનો ઉપયોગ કરવામા આવે તો સાત વર્ષની સજા તેમજ એક લાખનો દંડ અંગેની જોગવાઇ કરવામા આવેલ છે તે અંગેની બાળકોને સમજ આપવામા આવી, તેમજ તેનાથી કઈ રીતે બચી સકાય તે બાબતે બાળકોને સમજણ આપવામા આવી આ સાથે બાળકોને બાળ લગ્નઅધિનિયમ, બાળ મજુરી કાયદાકીય જાણકારી પણ આપવામા આવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



