તિલકવાડા પો.સ્ટે.નો જુગારનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી..

0
189

રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને અટક કરવાની કામગીરી કરવા સુચના આપતા એલસીબી પીએસઆઇ સી.એમ.ગામીત તથા તેમની ટીમ દ્વારા તિલકવાડા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૩૭/૦૧૯ જુગારધારા કમલ ૧૨ અ મુજબના ગુનાના કામે છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી યાકુબ ઉર્ફે ટપાલી કાયમખાન મલેક રહે.પાનતલાવડી તા.ગરૂડેશ્વર જી.નર્મદાનાને આજરોજ તા.૨૧/૭/૧૯ના ક. ૧૪/૩૦ વાગે
પકડી અટક કરી ગુનાના કામે તિલકવાડા પોલીસ સ્ટેશનને સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

પોલીસ અધિક્ષક,નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં તમામ પ્રકારના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ દ્રારા નાસતા ફરતા આરોપીઓને જેલ હવાલે કરવા પ્રયત્નશીલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY