રાજપીપળા એસટી ડેપોની પરબ પર પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધ મારતું આવતા મુસીબત  

0
192

જિલ્લાના એક માત્ર વડા એસટી ડેપો માં પીવાનું પાણી ખરાબ આવતા મુસાફરો ના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના એક માત્ર મોટા ગણાતા રાજપીપળા એસટી ડેપો માં અનેક તકલીફો જોવા મળે છે ત્યારે હાલ ચોમાસાની સીઝનમાં જ આ ડેપો ની પરબ પર ના નળ માં આવતું પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવતું હોવાની ફરિયાદ આવતા મુસાફરો માટે આ એક માત્ર પીવાનું પાણી ખતરારૂપ સાબિત થઈ શકે એમ છે .

રાજપીપળા એસટી ડેપોમાં આવેલી પાણીની પરબ પરના નળ માં ઘણા દિવસો થી પીવાનું પાણી ડહોળું અને ખરાબ આવે છે ત્યારે આ પાણી મુસાફરો,એસટી ના કર્મચારીઓ અને આસપાસ ના લારી ગલ્લા વાળા પિતા હોય આ તમામ ના સ્વાસ્થ્ય માટે આવું દુર્ગંધ મારતું ગંદુ પાણી ક્યારેક ખતરારૂપ સાબિત થાય એમ હોય જાણવા મળ્યા મુજબ ડેપો પાછળ ના કુવા માંથી આવતા બોર નું આ પાણી વરસાદ કે અન્ય ખરાબ પાણી સાથે ભેગું થતા ડહોળું આવતું હોય ડેપો સત્તાધીશો એ પાણી જેવી બાબત ગંભીરતાથી લઈ લોકો ના સ્વાસ્થ્ય ન બગડે એ બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY