માત્ર 16 વર્ષ ની ઉંમરે બંને વચ્ચે પ્રેમ સબંધ હોય સમાજમાં ટીકા થશે તેવા ડરથી ઘરેથી ભાગી જઇ એક ખેતરમાં સાગના ઝાડ ઉપર છોકરીની ઓઢણીના બંને છેડે લટકી જઈ ફાસો ખાધો
રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામના નાબાલિક પ્રેમીઓએ સમાજના ડરે ઝાડ પર ફાસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝરવાણી ગામમાં રહેતા 16 વર્ષની નાની ઉંમર ધરાવતા છોકરા છોકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો,આજના આ મોબાઈલ યુગમાં નાની વયે પ્રેમમાં પડેલા લબરમૂછિયાઓ એ ભણવાની ઉંમરે પ્રેમ તો કર્યો પરંતુ પાછળ થી સમાજનો ડર લાગતા બંને હવે શું કરવું એ બાબતે કોઈ નિર્ણય ન લઈ શક્યા અંતે બંને એ સમાજમાં મા-બાપ ની બદનામી અને આ બંને ની ટીકા થશે એવા ડરે આખરે સાથે જીવી ન શકાય તો સાથે મરવાનું નક્કી કરી ઘરે થી ભાગી ગયા અને એક ખેતરમાં સાગના ઝાડ સાથે પ્રેમિકા છોકરીની ઓઢણીના બંને છેડાનો ગાળીયો બનાવી લટકી જતા આખરે નાની ઉંમર ની આ પ્રેમ કહાનીનો અંત આણ્યો હતો.આ ઘટના બાદ છોકરીના પિતા એ ગરુડેશ્વર પોલીસમાં જાણ કરતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



