નર્મદા જીલ્લામાં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

0
356

નર્મદા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. નિનામાના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થા હેઠળ તમામ તાલુકાના બી.આર.સી ભવન ખાતે તા.૧૯/૦૮/૨૦૧૯ થી૨૧/૦૮/૨૦૧૯
સુધી દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પ સર્વ શિક્ષા અભિયાન અને એલીમ્કો ઉર્જૈનના સયુંકત ઉપક્રમે યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અંદાજીત ૨૨૫ દિવ્યાંગ બાળકો અને 3૧૧ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં હાજર રહેલ બાળકોને અંદાજીત ૨૪૬ જેટલા જુદી-જુદી પ્રકારના કેલીપર્સ,એ.ડી.એલ કીટ,એમ.આર.કીટ, ટ્રાયસિકલ,એ.એફ.ઓ,વિહલચેર સી.પી ચેર જેવા સાધનો મળવાપાત્ર રહેશે. આ કેમ્પ દરમ્યાન એલીમ્કો ટીમના તજજ્ઞો તથા જિલ્લાના આઈઈડી કો.ઓ. અમિતભાઈ રાવલ તથા તાલુકાના બીઆરસી કો.ઓ ચિરાગભાઈ મપારા, તેજશભાઈ વસાવા અને બીઆરપી/આર.ટી ના સહયોગથી આ એસેસમેન્ટ કેમ્પ ખુબજ સુંદર રીતે પૂર્ણ થયો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY