દીકરી સાતમા ધોરણ મા અભ્યાસ કરતી હતી ત્યારથી તેને માતાજી આવે છે જેથી તેને આગળ ભણાવી ન હોય અંધશ્રદ્ધા બાબતે 181 અભયમ ની ટીમે સમજ આપી
પિતા વ્યસની હોય તેમને પણ કડક સુચના આપી હતી કે આમ વ્યસન કરી પરિવારને હેરાન કરવા તે ગુનો છે.
રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા નજીકના કેલજીયા ફળિયાની દિપીકાને માતા આવતી હોવાની અંધશ્રદ્ધા સમજી પરિવારે તેને સાતમા ધોરણ થી અભ્યાસ છોડાવી દીધા બાદ માતા પિતા વચ્ચે ના વારંવાર ના ઝગડા માં દીકરી ઘર છોડી માસીને ત્યાં જવા નીકળી ગઈ હતી જેને 181 અભયમ ટીમે ઘરે પરત પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રાજપીપળા સ્તિથ 181 અભયમ મહિલા હેલ્પ લાઈન માં વાલિયા ચોકડી થી એક ત્રાહિત વ્યક્તિ એ કોલ કરી જણાવેલ કે એક યુવતી સવાર થી અહીં બેસી રહી છે જેને પૂછતાં કઈ જણાવતી નથી જેને મદદ કરવા અપીલ કરી હતી, કોલ મળતા જ રેસક્યુ વાન તાત્કાલિક ત્યાં પહોંચી યુવતી સાથે વાત કરતા તે સાગબારા પાસેના કેલજીયા ફળીયાની છે તેવું જણાવ્યું હતું તેના માથા માંથી લોહી નીકળતું હતું જેથી તેને પ્રાથમિક સારવાર અપાવી તેના ઘરે લઈને તેના પરિવારને સોંપવામાં આવી તે સમયે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે દીપિકા (નામ બદલેલ છે )ના પિતાને વ્યસન ની આદત છે અને દરરોજ મમ્મી સાથે ઝગડો કરી મારે છે અને એ વચ્ચે પડે તો તેને પણ અપશબ્દો બોલે છે ત્યારે ગઈકાલે પણ માતા પિતા વચ્ચે ઝગડો થતા તે વચ્ચે પડતા તેના પપ્પા એ ધક્કો મારતા તેને માથામા કબાટની ધાર વાગતા લોહી નીકળતા તે ઘરે થી નીકળી તેના માસી કોસંબા રહે છે તેમના ઘરે જવા નીકળી હતી પરંતુ કોસંબા કેવી રિતે જવુ તે સમજ ના પડતા આખો દિવસ વાલિયા ચોકડી પર બેસી રહી હતી. દિપીકાની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તે સાતમા ધોરણમા અભ્યાસ કરતી હતી ત્યારથી તેને માતાજી આવે છે જેથી તેને આગળ ભણાવી નથી તેના શરીરમા માતાજી આવતા હોવથી તે ઘણી વાર ગુસ્સે ભરાઈ જાય છે જેથી કરી તેને બહાર પણ જવા દેતા નથી.
તમામ હકીકત જાણ્યા બાદ અભયમ ટીમ ઘ્વારા પરિવાર ને સમજ આપી કે આ તમારી અંધશ્રદ્ધા છે કોઈ માતાજી આવતા નથી તમો પતિ પત્ની ઝગડો કરો છે તે રેણુકાને પસંદ નથી આ ઉપરાંત તેને આગળ ભણાવી નહીં, બહાર જવા દેતા નથી, આમ તે માનસિક રીતે હેરાન થાય છે જેથી આપ બન્ને ઝગડવાનું બંધ કરો અને દીકરી ના ભવિષ્ય બાબતે વિચારો અને તેને આગળ ભણવાની ઈચ્છા છે તો તેને સરકાર ઘ્વારા ચાલતા છાત્રાલયમા મૂકી શકાય, તેના પિતા ને પણ કડક સુચના આપી હતી કે આમ વ્યસન કરી પરિવારને હેરાન કરવા તે ગુનો બને છે આમ અસરકારક કાઉન્સેલિંગ ઘ્વારા પરિવાર ને સમજ આપતાં દરેક ને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી શાંતિ થી રહીશુ તેની ખાત્રી આપી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



