સાઉથ આફ્રિકાના બોત્સ્વાનામાં અકસ્માતમાં જંબુસરનાં પિતા-પુત્રનાં મોત.

0
33

છેલ્લા ૧૫ વર્ષથી પરિવાર ધંધાર્થે દક્ષિણ આફ્રિકમાં સ્થાયી થયો હતો.

મૂળ ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના કાવી ગામના વતની અને હાલ વડોદરાના તાંદલજામાં રહેતા હબીબ અલી ટેલર કાવીવાલા અને અસદ કાવીવાલા દક્ષિણ આફ્રિકામાં છેલ્લા ૧૫ વર્ષથી ધંધાર્થે સ્થાયી થયા હતા.

મળતી વિગત મુજબ બોત્સ્વાનામાં આ પિતા-પુત્ર પોતાની દુકાનનો માલ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓની કાર એકાએક પલ્ટીખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પિતા હબીબ કાવીવાલા અને પુત્ર અસદનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયા
સમાચાર મળી રહ્યા છે.

નોંધનીય છે કે, હબીબ કાવીવાલા સાઉથ આફ્રિકા બોત્સ્વાનામાં છેલ્લા ૧૫ વર્ષથી રહેતા હતા. તેઓનો પરિવાર છેલ્લા ૬ માસથી બોત્સ્વાનામાં સ્થાથી થયો હતો. બોત્સ્વાનમાં પિતા-પુત્રના મોતથી જંબુસરનાં કાવી સહીત તાલુકામાં ગમગીની છવાઈ ગઈ છે. સાઉથ આફ્રિકાના બોત્સ્વાનામાં અકસ્માત થતા પિતા પુત્રના મોત થી અરેરાટી વ્યાપી ગઈ છે.

રિપોર્ટર અંકિતા પાટણવાડિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY