સેલંબા ખાતે રહેતા આમીન મન્સુરીને ત્યાં થયેલી રૂપિયા 1.13 લાખ ની ચોરી માં આરોપીને ઝડપી પાડ્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં મિલ્કતને લગતા ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન મળતા સી.એમ.ગામીત, પીએસઆઇ એલ.સી.બી.તેમજ તેમના સ્ટાફ તથા જી.કે.વસાવા,પીએસઆઇ સાગબારા તેમજ તેમના સ્ટાફ મારફતે સાગબારા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.ફસ્ટ ૧૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ 3૩૯ મુજબનો ગુનો નોંધવા પામેલ જે ગુનાની વિગતે ગઇ તા.૨૧/૫/૨૦૧૯ના રોજ સેલંબા ખાતે રહેતા આમીન રાજુભાઇ મન્સુરીના ઘરે રાતના સમય દરમ્યાન કોઇ ચોરે ઘરમાં પ્રવેશ કરી સોનાના ઘરેણા,મોબાઇલ તેમજ અન્ય રોકડ રકમ મળી કુલ્લે રૂ.1.13 લાખની ચોરી કરી હતી.આ ગુનાની તપાસ સાગબારા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ હોય અને સંયુક્ત રીતે પીએસઆઇ એલ.સી.બી.તથા તેમના પોલીસ સ્ટાફના માણસો પણ ખાનગી બાતમીદારો રોકી પુછપરછ ચાલુ હતી દરમ્યાન પીએસઆઇ ગામીતને ટેક્નીકલ મદદ આધારે ચોરીના કામે શકમંદ ઇસમોની પુછપરછ દરમ્યાન આરોપી પ્રકાશ વિજય પાવરા રહે
તોરણમાલ તા.ધડગાંવ જી.નંદુરબારનાઓનું નામ ખુલવા પામેલ આ આરોપીની તપાસ કરતા તે મહારાષ્ટ્રના તલોદા, શાહદા, ‘તોરણમાલ પો.સટે.માં ચોરી,મારા-મારી તેમજ મોબાઇલ ચોરીના કુલ ૧૨ ગુનામાં પકડાયેલ છે. અને હાલ પણ તે નંદુરબાર જેલ ખાતે મેજી. કસ્ટડીમાં હોવાની હકીકત મળતા આ આરોપીને સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામે એલ.સી.બી. તથા સાગબારા પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઘનિષ્ટ પુછપરછ કરવા ટ્રાન્સફર વોરંટ આધારે ગુનાના કામે મેળવી તેમજ સહ આરોપી ખુબજીયા વનીયા તડવીની પણ શોધખોળ કરી અટક કરવા તેમજ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




