નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણાધિકારી બી.એમ નિનામાનો વિદાય સમારંભ યોજાશે.

0
48

નર્મદા જિલ્લાના 700 થી વધુ શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અને રિવાઇઝ કેશોનો હલ કરાયો : સુરેશ ભગત 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં બદલી થઇ હાજર થયેલ બિપિનચંદ્ર નિનામા માત્ર છ મહિનામાં જ બઢતી આવતા જેમની નાયબ નિયામક ઉચ્ચ શિક્ષણ તરીકેની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નર્મદા જિલ્લામાં ફરજ બજાવવા માત્ર 6 મહિના મળ્યા પરંતુ જે વહીવટી કામગીરી અને શિક્ષકોની કામગીરી હતી તે તમામ હલ કરી આજે બદલી થતા શિક્ષકો ભાવ વિભોર બન્યા અને એક પછી એક શિક્ષકો તેમને મળી રહ્યા છે. તેમની કામગીરીની પ્રશંસા થઇ રહી છે.

નર્મદા જિલ્લા શિક્ષણાંધિકારી તરીકે ફરજ દરમ્યાન બી.એમ નિનામા એ ઘણા વર્ષોથી ઉચ્ચતર પગાર ધોરણ અને રિવાઇઝ ના કેશો 700 જેટલા હતા તેનો નિકાલ કર્યો શિક્ષકોની પડખે રહીને તેમણે  હંમેશા પાયાના શિક્ષણને ઉપર લાવવાની કોશિશ કરી તમામ પ્રશ્નો હાલ કરી જિલ્લાના શિક્ષકો અને પ્રાથમિક શિક્ષક સંઘમાં નામના મેળવી છે. ત્યારે જિલ્લાના શિક્ષકોને આ આધિકારી સાથે ઘણી આત્મીયતા થઇ કે જેમની અચાનક બદલી થતાશિક્ષકો તેમને મળી ભાવ વિભોર થઇ રહ્યા છે. અને જેઓ વધુ રોકાય એવી પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેમનો વિદાઈ સમારંભ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવશે. ગુરુવારે સાંજે 4 કલાકે તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે તેમનો વિદાઈ સમારંભ  યોજાશે.સમગ્ર આયોજન પ્રાથમિક જિલ્લા સંઘના પ્રમુખ સુરેશ ભગત અને મંત્રી ફતેસિંહ વસાવા તથા તેમની ટીમે કર્યું છે.

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશ ભગતે જણાવ્યું હતું કે વર્ષોથી જે કામો પેન્ડિંગ હતા એ નિનામા સાહેબે અને સચિન સાહેબે પુરા કર્યા આવા વહીવટી કુશળ આધિકારી નર્મદાને મળ્યા અમને ખુબ આનંદ થયો તમામ શિક્ષકો બહુ ઉત્સાહથી કામ કરતા હતા જોકે તેમની બદલી થઇ જતા અમે સૌ નિરાશ છે પરંતુ જે બઢતી મળી એ બદલ ખુશી પણ છે. જો વધુ સમય આ આધિકારી અમારા જિલ્લામાં રહેતા તો શિક્ષકોની તમામ સમશ્યા હાલ કરતા જેમને અમે દિલથી વિદાઈ આપીશું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY