કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોરીમાં પકડાયેલા ૬ ને પાસામાં ધકેલતી એલ.સી.બી નર્મદા

0
115

હજારો પ્રવાસીઓની સુરક્ષા ને ધ્યાને લઇ આવા તત્વોને પાસા માં ધકેલવા કોર્ટે હુકમ કર્યો

રાજપીપળા : નર્મદા જીલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેટુ ઓફ યુનિટીની મુલાકાતે દેશ-વિદેશ માંથી ભારે સંખ્યામાં પ્રવાસી ઓ આવતા હોય અને આ પ્રવાસીઓની નજર ચુકવીને તેમની કિંમતી ચીજવસ્તુઓ ની ચોરી કરાતી હોવાનું ધ્યાને આવતા નર્મદા પોલીસ વડા હિમકર સિંહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વિસ્તાર માં ચોરી કરતા વ્યક્તિઓની વોચ રાખી તેમને ઝડપી પાડવા સુચના આપતા એલ.સી.બી,એસ.ઓ.જી.તથા પેરોલ ફર્લો સ્કોર્ડ એ બાઝ નજર રાખી અને સી.સી.ટી.વી.ફુટેજ ના આધારે ચોરી કરતી ગેંગને રંગે હાથે ઝડપી પાડી કેવડીયા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી કુલ ૬ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કેવડીયા પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનાના આરોપીઓની પ્રવૃતિ ડામવા માટે પોલીસ વડાએ એમ.બી.ઔસુરા પોલીસ ઇન્સ્પેક્ટર ,એલ.સી. બી. તથા સી.એમ.ગામીત ,પો.સ.ઇ. એલ.સી.બી.ને આરોપીઓ વિરૂધ્ધ પાસા કરવા જણાવતા આ ગુનામાં સંડોવાયેલા કુલ-૬ ને જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદા એ પાસા ધારા મુજબ અટક કરવા હુકમ કરતા જે પૈકી(૧)મનોજ પુનમભાઇ સોલંકી રહે, વારસીયા, વડોદરા ને ભુજ જેલ(ર)મનોજ રમેશભાઇ દંતાણી રહે. ખોડીયારનગર વડોદરાને અમદાવાદ જેલ(૩) કાનજી લક્ષ્મણભાઇ દેવીપુજક રહે.ખોડીયારનગર, વડોદરા ને રાજકોટ જેલ(૪)નરેન્દ્ર ઉર્ફે ડમ્પ સુભાષચંદ્ર શર્મા રહે.વડોદરાને રાજકોટ જેલ(૫) અશોક ચતુરભાઇ વાઘેલા રહે.ખોડીયારનગર વડોદરાને સુરત જેલ અને (૬)અજય ધુળાભાઇ મારવાડી રહે.સયાજી ટાઉનશીપ રોડ,વડોદરાને સુરત જેલ ખાતે પાસા હેઠળ અટક કરી જે તે જેલના હવાલે કરવામાં આવ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY