નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે બિનસિવાલય ભરતીમાં થયેલી ગેરરીતિના વિરોધમાં કોલેજ બંધ કરાવી વિરોધ નોંધાવ્યો 

0
25

નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા બિરસામુંડા કોલેજ બંધ કરાવવામાં આવી હતી.

રાજપીપળા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પરીક્ષા માં મોટાપાયે ગેરરીતી થઈ હોવાના સીસીટીવી ફુટેજ સામે આવતા સમગ્ર ગુજરાત ના પરિક્ષાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ વિધાન સભાની સામે પરીક્ષા રદ થાય તેવી હઠ લઇ ધરણા ઉપર બેઠા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ પરિક્ષાર્થી ઓના આ આંદોલન ને ટેકો જાહેર કરી બિનસિવાલય ની ભરતી રદ કરવાની માંગ કરી હોય શનિવારે  રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા યુથ કૉંગ્રેસ ના કાર્યકર્તાઓ દ્વારા કોલેજ બંધ કરાવી વિરોધ નોધવ્યો હતો અને બિન સચિવાલય ની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી.

આ કાર્યક્રમ માં આજે સમગ્ર ગુજરાતમાં કોલેજ બંધ કરવાના સમર્થન માં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાની એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા બિરસામુંડા કોલેજ બંધ કરાવવામાં આવી હતી જેમાં નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,નાંદોદ વિધાનસભા પ્રમુખ અજય વસાવા, નર્મદા જિલ્લા એન.એસ.યુ.આઇ પ્રમુખ નિકુંજ વસાવા,જિલ્લા યુથ ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર, મહામંત્રી જયેશ વસાવા તથા જીજ્ઞેશ વસાવા, અમીત માલી સહિત મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ, મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY