રાજપીપળા નજીક દારૂના નશા માં ધૂત ટ્રક ચાલકે બાઈક નો ખુરદો બોલાવી એકને ઇજા પહોંચાડી

0
430

રાજપીપળા : રાજપીપળા નજીક માં વડીયા જકાતનાકા પાસે એક ટ્રક ચાલકે નશા માં ધૂત થઈ ટ્રક હંકારતા એકને ઇજા કરી એક બાઈક ને નુકસાન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે વડીયા જકાત નાકા નજીક થી પસાર થતી ટ્રક નં. જીજે.16.જેડ.5298 ના ચાલાક યોગેશ મનસુખભાઇ તડવી રહે.ભણાદ્રા તા. ગરૂડેશ્વર એ ટ્રક ચલાવતી વખતે દારૂનો નશો કર્યો હોય પીધેલી હાલત માં ટ્રક હંકારતા હાઇવે રોડ પરનું ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ માં ઘૂસી જઈ રોડની બાજુ માં ઉભેલા નિમંતભાઈ ની મો.સા.નં.GJ-22-L-6867 માં ટ્રક ઘૂસાડી મો.સા.નો ખુરદો બોલાવી નિમંતભાઈ ને ગંભીર ઇજાઓ કરી હતી. આ બાબતે સંજુભાઈ ગુમાનસિંગ પાડવી એ રાજપીપળા પો.સ્ટે.માં ટ્રક ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY