નર્મદા એઆરટીઓ માં લાલીયાવાડી ના કારણે બે હજાર જેવા વાહનો નંબર વગર ફરે છે.?!
લગભગ બે મહિના થી નવા વાહનો ના નંબર,લાઇસન્સ અને આરસી બુકો નું કામ ટલ્લે ચઢતા વાહન માલિકો માં ભારે રોષ
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા એ.આર.ટી.ઓ કચેરીના નબળા વહીવટ ના કારણે હાલમાં લગભગ બે મહિના થી બે હજાર થી વધુ વાહનો નંબર વગર ફરતા હોવાની બુમ ઉઠી છે.
એક તરફ સરકાર ટ્રાફિક બાબતે નવા નિયમો લાવી હેલ્મેટ ફરજીયાત બાદ છૂટછાટ ના તાયફા કરે છે જેમાં પોલીસ વિભાગ અને વાહન માલિકો વચ્ચે ઘર્ષણ પણ થતું જોવા મળે છે ત્યારે બીજી બાજુ નિયમોની એસીતેસી કરતા નર્મદા આરટીઓ ના અધિકારીઓ ખુદ લાપરવાહ બની ગયા હોય એમ નવા વાહનો લેતા ગ્રાહકો ને નંબર,આરસી બુક,લાઇસન્સ માટે ધક્કે ચઢાવે છે.જેમાં જાણવા મળ્યા મુજબ નર્મદા આરટીઓ માં છેલ્લા લગભગ બે મહિના માં પારસિંગ થયેલા બે હજાર જેવા નવા વાહનોના નંબર હજુ મળ્યા ન હોય વગર નંબરે અમુક વાહન માલિકો વાહનો ફેરવવા મજબુર થયા છે.સાથે લાઇસન્સ,આરસી બુક માટે પણ બે-ત્રણ મહિના થી લોકો ધક્કા ખાઈ રહ્યા ની બુમ ઉઠી હોય ત્યારે જો આરટીઓ કચેરી માં આવી બેદરકારી હોય અને વાહન ચાલકો ને પોલીસ પકડે તો વાંક કોનો ગણાય…? વગર નંબરે કે લાઇસન્સ આરસી બુક વગર વાહન ચલાવતા ચાલાક પકડાય તો દંડ કોણ ભરે…? આખરે તો વાહન મલિક જ દંડાય ત્યારે “પાડા ના વાંકે પખાલી ને ડામ” જેવો ઘાટ જોવા મળે.
◆◆ : આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નર્મદા એ.આર.ટી.ઓ. કચેરી માંથી ત્રણેક મહિનાથી વાહનોના નંબર, આરસી બુક અને લાઇસન્સ ની કામગીરી ગોકળ ગાય ગતિ એ ચાલે છે જેમાં લોકો ને બે બે મહિના થવા છતાં હજુ આરસી બુકો કે નંબરો પણ મળ્યા નથી ત્યારે જો આરટીઓ કચેરી દ્વારા જ આવી લાલીયાવાડી ચાલતી હોય તો વાહન માલિકો ફરિયાદ કોને કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



