કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે સુપરવાઈઝર અમારી પાસેથી શરૂઆતમા કંપનીમાં નોકરી માટે વ્યક્તિ દીઠ ૧૫૦૦/- રૂપિયા ઉઘરાવ્યા હતા, અને ૩ મહિના થી પગાર ચૂકવાયો નથી.
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમા કામ કરતા સફાઈ કમૅચારીઓને ત્રણ મહિના બાદ અચાનક ૧ લી જાન્યુઆરી થી કોઈ પણ જાણકારી આપ્યા વિના છૂટા કરી દેવાતા BVG કોન્ટ્રકકટ હેઠળ કામ કરતા સફાઈ કર્મચારીઓ માં ભારે રોષ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ કેવડિયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટ અવાર નવાર કોઈ ને કોઈ બાબતે વિવાદ ઉભો થાય જ છે ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પર કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓ ને અચાનક છુટા કરતા ઓહાપોહ થયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે BVG કંપનીના માં કામ કરતા સફાઈ કામદારોને ત્રણ મહિના ની કામગીરી બાદ અચાનક જ કોઈ પણ જાણ વિના છૂટા કરી દેતા આ કમૅચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
છુટા કરાયેલા કમૅચારીઓએ આ બાબતે જણાવ્યું કે અમને આજે સવારે કામ પર જતાજ સુપર વાયઝરે જણાવ્યું હતું કે તમને નોકરી પર થી છુટા કરવામાં આવ્યા છે.તમારે નોકરી પર આવુ નહિ તેમ કહી અચાનક નોકરી પર થી છુટા કરવાનું જણાવતા અમે અચંબા માં પડી ગયા હતા.
●● આ કર્મચારીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સુપરવાઈઝર અમારી પાસેથી શરૂઆતમા કંપનીમાં નોકરી માટે વ્યક્તિ દીઠ ૧૫૦૦/- રૂપિયા લેવામાં આવ્યા હતા અમે તારીખ 20 -10 -2019 થી આ કોન્ટ્રાકટ માં કામે લાગ્યા હતા પરંતુ આજદિન સુધી ત્રણ મહિનાનો પગાર ચૂકવવામાં પણ આવ્યો નથી BVG ના લાગતા વળગતા અધિકારી કે સુપરવાઈઝર ને પગાર માટે રજૂઆત કરતા અધિકારી 20 તારીખ સુધીમા તમારો પગાર થઈ જશે તેમ કહેતા હતા પરંતુ આજે ત્રણ મહિના થવા છતાં કંપનીના અધિકારીઓ પગાર બાબતે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી અને આજે કોઈ પણ જાણકારી વિના છૂટા કરી દેવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



