આરોપી તરફના વકીલ તૌસીફ ઠાકોરની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી, ૧૫ મૌખીક પુરાવા તેમજ ૪ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા નિર્દોષ છુટકારો
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : ગત તા.૨૯/૦૩/૨૦૧૭ ના રોજ રાત્રે તિલકવાડા ની દેવલિયા ચોકડી પાસેની નર્મદા હોટલ સામે મહેશ દામોર નામક વ્યક્તિએ પોતાની બાઈક પાર્ક કરી હોય એ હોટલ માં ગયા બાદ આવીને જોતા તેમની બાઈક જેની કિંમત ૩૫,૦૦૦/-રૂપિયા ની કોઈ ચોરી કરી ગયું હોવાની જાણ થતાં આ બાબતે તેમણે તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ આપી હતી ત્યાં ચોરીનો ગુનો રીતેશ ઉર્સિગભાઈ ડુ.ભીલ તથા અરવિંદ રેશમાભાઈ ભીલ વિરુદ્ધ દાખલ થતા આ કેશ તિલકવાડા કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ કાઢવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપી ઓના બચાવ પક્ષે જાણીતા વકીલ તૌસીફ એ.ઠાકોર હાજ૨ રહી ૧૫ મૌખીક પુરાવાઓ તેમજ ૪ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા વકીલ તૌસીફ એ.ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી તિલક્વાડા જયુ.ફ.ક. મેજીસ્ટ્રેટે આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




