સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મોટર બગડી છે જ્યારે અન્ય ચર્ચા મુજબ પાણીના બોટલો વેચવા માટે કોઈક પરબનું પાણી બંધ કરી કમાણી કરે છે.
અગાઉ પણ આ પરબ પર બોટલમાં પાણી ભરવા જતા મુસાફરો પાસે પૈસા ઉઘરાવાતા હોવાની બુમ સંભળાઈ હતી હવે બોટલોનું વેચાણ કરવા પાણી બંધ કરાતુ હોવાની બુમ
રોજ સવારે પાણી બંધ કરાતા સ્ટાફ તેમજ મુસાફરોને શૌચાલયમાં પણ પાણીની તકલીફ થતી હોય નિયમિત પાણી ચાલુ રખાય તે જરૂરી
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના એક માત્ર મોટા એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો હોવાની વાત સંભળાઈ રહી હોય ત્યાં હવે પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે ત્યારે શિયાળાની ઠંડીમાં જો પાણીની તકલીફ હોય ઉનાળામાં કેવી હાલત થશે.
રાજપીપળા એસટી ડેપોમાં પાણીની પરબ પર અગાઉ મુસાફરો પાસે રૂપિયા ઉઘરાવાતા હોવાની વાત સામે આવી હતી પરંતુ હાલ ત્યાં પાણીની બોટલો અને પાઉચ વેચવા માટે રોજ અમુક સમય ડેપોનું પાણી બંધ કરી દેવાતું હોવાની બુમ સંભળાઈ રહી છે જેમાં પાણી બોટલો વેચી રૂપિયા કમાવવા આ ષડયંત્ર થતું હશે પરંતુ પાણી બંધ થતાં શૌચાલય,પરબ સહિત તમામ નળોમાં પાણી બંધ થતાં મુસાફરો અને હાજર કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે.હાલ શિયાળાની સીઝનમાં જો પાણીની બુમ હોય તો ઉનાળા દરમિયાન મુસાફરોની શુ દશા થશે…?ડેપો સત્તાધીશો આવા તત્વો સામે પગલાં લે તેવી માંગ ઉઠી છે.જોકે
સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું કે બે દિવસ થી પાણીની મોટર બગડી ગઈ હોય પાણીની તકલીફ ઉભી થઇ છે ત્યારે પાણી બાબતે જે તકલીફ હોય એ દૂર કરી સત્તાધીશો તેનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



