નર્મદા જિલ્લામાં જન્મ-મરણ નોંધણીના પ્રમાણપત્રો ઓનલાઇન પ્રિન્ટેડ આપવાનો પ્રારંભ

0
41

રાજપીપળા : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અનુસાર ગુજરાતમાં જન્મ મરણ નોંધણીના દાખલા હસ્ત લિખીતને બદલે હવેથી ગુજરાત સિિલ રજીટ્રેશન સીસ્ટમની ઓનલાઇન e-application થી આવા તમામ દાખલાઓ પુરા પાડવાની હાથ ધરાયેલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલામાં પણ રાજપીપલા નગરપાલિકા ખાતે તેમજ નાંદોદ તાલુકાના તરોપા ગ્રામ પંચાયત કચેરી ખાતેથી પ્રારંભ કરાયો છે.

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ રાજપીપલા નગરપાલિકા ખાતે સબ રજીસ્ટ્રારના હસ્તે તેમજ તરોપા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી-કમ-મંત્રીના હસ્તે જન્મ-મરણના પ્રોગ્રામ આસિસ્ટન્ટ, જિલ્લા આંકડા મદદનીશ અને નાંદોદ તાલુકા આંકડા મદદનીશની ઉપસ્થિતિમાં તા.૧ લી જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજથી આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરાયો છે. નર્મદા જિલ્લાના જન્મ-મરણના જિલ્લા રજીસ્ટ્રાર હસ્તકની રાજપીપલા નગરપાલિકા તથા ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ્ય રજીસ્ટ્રારો (તલાટી-કમ-મંત્રીઓ) દ્વારા જન્મ-મરણના ઓનલાઇન પ્રિન્ટેડ પ્રમાણપત્રો જે તે વિસ્તારમાં જન્મ કે મરણનો બનાવ બન્યો હોય તે વિસ્તારના રજીસ્ટ્રાર પાસે બનાવની નોંધણી કરાવ્યા બાદ અરજદાર ઓનલાઇન પ્રિન્ટેડ પ્રમાણપત્રો મેળવી શકશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત નર્મદા (રાજપીપલા) તરફથી જણાવાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY