રાજપીપળાના ભદામ ગામની સીમમાં થયેલા મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી એસઓજી પોલીસ

0
387

મરનારને હત્યારાની પત્ની સાથે આડો સંબંધ હોવાના વહેમે હત્યા કરી હોવાનું ખુલ્યું  

હત્યા બાદ મરનાર અને મારનાર બંને ની ઓળખ થઈ ન હોય નર્મદા પોલીસની સુજબુજથી તાત્કાલિક ભેદ ઉકેલાયો

રાજપીપળા : રાજપીપળા પાસેના ભદામ ગામે એક અજાણ્યા વ્યક્તિની પથ્થરો મારી હત્યા કરી હત્યારો ફરાર થયો હોવાની ઘટના બની હતી ત્યારે પોલીસે તાત્કાલિક પગલાં લેતા આ ગુના પરથી પડદો ઉંચકાયો હતો .

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ ભદામ ગામમાં એક અજાણ્યા વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રાજપીપલા પો.સ્ટે ખાતે ગુ.ર.નં ફ.૨૯/૨૦૧૯ ઇ.ી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ થયેલ હોય આ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપી વહેલમાં વહેલી તકે શોધી કાઢવા નર્મદા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડીટેક્ટ કરવાની સુચનાના આધારે એસઓજી પીએસઆઇ ડી.બી. કુમાવત તથા તેમની ટિમ તેમજ એલસીબીની ટીમ દ્વારા તપાસ દરમ્યાન માહિતી મળતા મધ્યપ્રદેશ ખાતેના થાનસીંગ ઉર્ફે કાલીયા ઉર્ફે ખુમસીંગ ભીલાલા(વાસ્કલા) ઉ.વ.૩૬ રહે.બેડવા તા.સોંઢવા જિ.અલીરાજપુર (એમ.પી) ના ઉપર શક હોઇ આ વ્યક્તિને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી પકડી લાવી એલ.સી.બી તથા એસ.ઓ.જી સ્ટાફે પુંછપરછ કરતા આરોપી થાનસિંગની પત્નિ સાથે મરનાર ભાંગડીયાભાઈ રહે,બેડવા મધ્યપ્રદેશ ના અનૈતિક સંબધો હોવાનો વહેમ રાખતા અગાઉ પણ આ બંનેને ઝઘડો થયેલ જેની અદાવતે મરનારને દારૂ પીવડાવવાના બહાને તેના મિત્ર છત્રસિંહ એ ભદામ ગામના ખેતરોમાં લઇ જઇ ઝઘડો કરેલ અને છત્રસિંહ રાઠવા મુળ રહે.નસવાડી,જી.છોટાઉદેપુર સાથે આ કામના આરોપી થાનસીંગ વેડીયા ભીલાલા ઉ.વ.૩૬ રહે.બેડવા,એમ પી એ મરનારને પથ્થર વડે મારી મોત નિપજાવ્યુ હોવાનો ભેદ ઉકેલાયો હતો આમ પોલીસે ગણતરીના કલાકોમાં થાનસીંગ ઉર્ફે કાલીયાની ધરપકડ કરી સફળતા મેળવી હતી.જયારે છત્રસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY