રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત નર્મદા જિલ્લાના લાભાર્થીઓનો સામૂહિક-e- ગૃહ પ્રવેશ 

0
8

રાજપીપળા : ગ્રામ વિકાસ કમિશનરની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના ૪૫ હજાર લાભાર્થીઓનો સામૂહિક-e–ગૃહ પ્રવેશ તેમજ મુખ્યમંત્રી ગ્રોમોદય યોજનાના બે લાખ લાભાર્થીઓનું ઉદ્યોગ સાથે જોડાણ અંતર્ગત જોબવર્ક અને નિમણૂંકપત્ર વિતરણના ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તા.૬ ઠ્ઠી માર્ચ ૨૦૧૯ ને બુધવારના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ આ દિવસે બપોરે ૧-૩૦ કલાકે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના અધ્યક્ષસ્થાને અને વન અને આદિજાતિ વિકાસના પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવીના મુખ્ય મહેમાન પદે તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા અને નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાના અતિથિ વિશેષપદે ઉક્ત કાર્યક્રમ યોજાનાર છે, તેમ જિલ્લા વિકાસ અધિકારી ડૅા. જીન્સી વિલીયમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડીંડોર તરફથી જણાવાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY