દરેક નાના મોટા તહેવારોમાં પૈસા ઉઘરાવવા ટેવાયેલી પાલિકાની કચરો ઉઘરાવતી મહિલાઓથી લોકો કંટાળ્યા
કોઈ ગરીબ વ્યક્તિઓની આર્થિક સ્તિથી નબળી હોય તો પણ બળજબરી પૂર્વક પૈસા ઉઘરાવતી આ મહિલાઓ જો કોઈ પૈસા ન આપે તો ત્યાંનો કચરો પણ લેવામાં આનાકાી કરતા હોવાની બૂમ
પાલિકાના સત્તાધીશો આ બાબત જાણે છે અને વારંવાર લોકોએ રજુઆત કરી હોવા છતાં કોઈને ન ગાંઠતી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી મહિલાઓથી નાગરિકો કંટાળ્યા છે ત્યારે નવા અને કડક ચીફ ઓફિસર અમિત પંડ્યા આ બાબતે યોગ્ય કરે એવી સૌને આશા છે.
રાજપીપળા : રાજપીપળા શહેરમાં સફાઈ કામદારો અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી મહિલાઓની અલગ ટીમો છે સફાઈ કામદારો રોડ પર ની સફાઈ કરી ત્યાંનો કચરો હાથલારીમાં ભરી જતા હોય છે જયારે મહિલાઓ ઘરનો ક્ચરો ઉઘરાવી પાલિકા ના વાહનમાં આપે છે પરંતુ કોઈ પણ નાના મોટા તહેવારો આવે ત્યારે આ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી મહિલાઓ દરેક ઘરો માંથી રોકડી કરવા ટેવાયેલી હોય દસ વિસ ત્રીસ રૂપિયા એ રીતે તહેવારના નામે પૈસાની માંગ કરતા જો કોઈ ની આર્થિક સ્તિથી નબળી હોય તો બળજબરી કરતા હોવાની વાત વારંવાર સંભળાઈ રહી છે છતાં કોઈ પગલાં લેવાતા નથી અને જો કોઈ વ્યક્તિ વાર તહેવારે પૈસા આપી ન શકે તો તેનો કચરો ન લેવા ટેવાયેલી આ મહિલાઓને પગાર મળવા ઉપરાંત ભંગાર ભેગું કરી રોજ સારા માં સારા રૂપિયાની આવક થવા છતાં દાદાગીરી કરી લોકો પાસે પૈસા લેતા હોવાની વારંવાર બૂમ પાલિકા સત્તાધીશો પાસે પોહચી હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી તો આ બાબતે કામગીરી બાબતે કડક એવા ચીફ ઓફિસર અમિત પંડ્યા આ માટેનો કોઈ કાયમી ઉકેલ લાવશે…? લોકો પાસે પૈસા લેવા ટેવાયેલી આ બહેનોની આદત બંધ થશે…?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



