હજુ નર્મદાનું પાણી દરિયા સુધી નથી પહાચ્યું એ માટે વડોદરા ભરૂચ જિલ્લા કલેકટરોને ખાડાઓ પુરાણ કરવાની રજુઆત કરી છે.
રાજપીપળા : ઘણા વખતથી નર્મદા મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો છે જેનું મુખ્ય કારણ એ જ છે કે નર્મદા નદીમાં ભરપૂર માત્રામાં પાણી ન હતું જેના કારણે ભરૂચના સ્થાનિક આગેવાનો કેટલાક સામાજિક આગેવાનો, ભાજપના અગ્રણી, બુદ્ધિજીવી વર્ગ લડત ચલાવી રહ્યા હતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત લોકસભામાં પણ આ મુદ્દે રજુઆત કરી હતી, અને તાજેતરમાં જ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ કેટલાક આગેવાનો સાથે લઈને તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ મુખ્યમંત્રીની સૂચનાથી 27 મેથી 1500 કયુંસકે પાણી નર્મદા નદીના મુખ્ય વહેણમાં છોડવામાં આવ્યું છે પાણી છોડ્યા બાદ સાંસદ મનસુખભાઇ વસાવા જાતે જોવા નીકળ્યા હતા કે પાણી જાય છે તે પાણી કેટલે અંશે નર્મદામાં વહે છે અને કઈ જગ્યાએ રુકાવટ આવે છે આ યાત્રામા કેવડિયા થી ભરૂચ સુધીના ગરુડેશ્વર ,ચાણોદ કરનાળી અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેમણે જાણ્યું કે ભરૂચ તેમજ અન્ય વિસ્તારની અંદર કેટલી જગ્યાએ જે પાળાઓ બનાવેલા છે જેના કારણે નદીનું પાણી ઝડપથી આગળ વધી નથી રહ્યું અને કેટલીક જગ્યાએ નદીની અંદર ગેરકાયદેસર રેી ખનનના કારણે ખાડા પડી ગયા છે અને આ તમામ બાબતે તેઓ વહીવટી તંત્રને જાણ કરી છે અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવ્યા છે.
સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે હાલમાં જે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે લોકોને ઘણી ખરી રાહત થઈ છે રામપુરા ખાતે પાણી ભરપૂર જોવા મળે છે જ્યાં ચાણોદ કરનાળી પણ પાણી જે પહેલાં હતું ત્યાં હાલ ખૂબ સારું પાણી છે અને તેના કારણે ધાર્મિક સ્થળે આવતા લોકોમાં ખુશીની લહેર છે પરંતુ તેઓએ જણાવ્યું હતું કે ઝઘડિયા સુધી સમુદ્રની ખારાશ છે જે ખારાસનો કાયમી ઉકેલ માટે ભરૂચ પાસે ભાડભૂત બેરેજ વહેલી તકે બનાવવામાં આવે તો ભરૂચની જમીનોમાં જે ખારાસ દરિયાની આવી ગઈ છે એનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે અને એ માટે રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે,.વધુમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન ઝગડીયા પાસે નદીનું પાણી આગળ વધતું નથી તેવી ફરિયાદો મળી છે અને દરિયાનું પાણી ભરૂચ સુધી આવી ગયું હતું અને જરુર જણાય તો 1500 ક્યુસેક કરતા વધારે પાણી છોડવું પડે તો એ માટૅ પણ અમે રજુઆત કરીશું અને નર્મદા કાયમ જીવંત રહે તેઓ અમારો પ્રયાસ રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



