રાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા એક સફળ વૈજ્ઞાનિકની સાથે આખરે આવુ કેમ થયુ..!!?

0
23

એસ.નમ્બી નારાયણ કોઈ સામાન્ય વ્યક્તિ નહી પરંતુ એક એવા વૈજ્ઞાનિક છે કે જે ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોથી જાડાયેલા હતા. તેઓ રોકેટને આકાશમાં મોકલનાર કાયોજેનિક એન્જીન બનાવવામાં જાડાયેલા હતા. લગભગ ૨૪ વર્ષ પહેલા કે જ્યારે ભારતને આવા પ્રકારના એન્જીન માટે અમેરિકા કે રશિયા પર નિર્ભર રહેવું પડતું હતું. ત્યારે આ વૈજ્ઞાનિકે ગુંચવાડાભર્યું એન્જીન બનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવાનું બિડુ ઝડપ્યું હતું. કહેવામાં આવે છે કે જ્યારે સ્વદેશી એન્જીન બનાવવાના આખરી તબક્કા સુધી પહોંચ્યા જ હતા ત્યારે કોઈ જાસૂસ કાંડમાં તેમને ફસાવી દીધા હતા.
હવે આ વાતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રિમ કોર્ટ પણ સ્વિકાર્યું કે આવા મહાન અને સફળ વૈજ્ઞાનિક સાથે ખોટું થયું છે. કોર્ટે તેમને ૫૦ લાખ રૂપિયા વળતર આપવા આદેશ કર્યો અને સુપ્રિમ કોર્ટના પૂર્વ જ્જ ડીકે જૈનના વડપણ હેઠળ કમિટી બનાવી કહેવાતા ઈસરો જાસૂસ કાંડમાં તપાસ કરવાના આદેશ પણ આપ્યા. એ નામ્બીએ તેનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ પહેલાથી કહેતા આવ્યા છે કે તેમને ખોટી રીતે આમા ફસાવવામાં આવ્યા છે. પણ કરેલ સરકાર અને એ સમયની કેન્દ્ર સરકારોથી ન્યાય ન મળ્યો ત્યારે તેમણે ન્યાયલયનો દરવાજા ખખડાવ્યો અને હવે કમિટી દ્વારા તપાસ થવા પર દેશ-દુનિયાને ખબર પડશે કે આખરે તે કોણ હતા. જે અમૂલ્ય સ્વદેશી કાયોજેનિક એન્જીન બનાવનાર હતા અને કોઈ ષડ્યંત્રનો શિકાર બની ગયા. આ જાસૂસી કાંડમાં પોલીસે માલદિવ દેશની એક મહિલાને પણ પકડી હતી. તે મહિલાએ કોર્ટને વૈજ્ઞાનિકને ન્યાય મળ્યા બાદ તેણીએ પક્ષ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. આ મહિલાનું પણ કહેવું છે કે એસ.નામ્બીની જેમ તેણીને પણ આમાં ફસાવવામાં આવી છે. કોર્ટ જસ્ટિસ જૈનની કમિટીને કહ્યું છે કે ષડ્યંત્રણ ઘડવામાં પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસે અને ગુનેગારને શોધી કાઢી તેને સજા કરે કારણ કે કોઈ નિર્દોષને આવી યાતનાઓ વરસો સુધી સહેવી ના પડે. એસ.નામ્બી એક સફળ સાયંટિસ્ટ છે અને તેમને ભયાનક અપમાન સહેવા પડ્યા. આખરે એવું તે શું થયું કે આ ઈસરોના જાણીતા માનિતા વૈજ્ઞાનિક સાથે?
ભારતના એક જાણીતા પરમાણુ વૈજ્ઞાનિક ભાભા મોત વિમાન અકસ્માતમાં થયું હતું. જેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ તથ્ય અથવા પુરાવા સામે ન આવ્યા મોટા દેશો નથી ઈચ્છતા કે ભારત અને અન્ય દેશ અવકાશી શોધમાં આગળ નિકળી જાય. બની શકે કે એસ.નામ્બી પણ આવી રીતે કોઈ મોટા દેશ દ્વારા રચવામાં આવેલ ષડ્યંત્રનો શિકાર બની ગયા હોય. જેથી તેઓ આવા પ્રકારના એન્જીન બનાવવામાં સફળ ન થાય. જેના પર ભારતને તેમના પર નિર્ભર રહેવું પડે છે. સત્ય ક્યાં સુધી છુપાયેલું રહે છે. જસ્ટિસ જૈનની કમિટી તપાસ કરીને તેનો પતો મેળવ્યા બાદ તેનો રિપોર્ટ સાર્વજનિક થાય તો દેશને પણ ખબર પડે કે કયા દેશે આવુ ષડ્યંત્રણ રચ્યુ હતુ? કેરલ સરકારે ઈચ્છવું જાઈએ કે તે એસ.નામ્બીથી માફી માંગી તેમને સન્માન આપે. એસ નામ્બી જેવા અવકાશ વિજ્ઞાનથી જાડાયેલા લોકો આપણી ધરોહર સમાન છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY