લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ યૂપીમાં યાદવોમાં ભાગલા પડાવશે…!!?

0
5

ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો અને બિહારની ૪૦ એટલે ૧૨૦ બેઠકોનો ખેલ દિલ્હીમાં સત્તા નક્કી કરતો હોય છે. આ વાત અજાણી નથી. જાકે ગઠબંધનોના જમાનામાં આ પછીના રાજ્યોની વાત કરીએ તો ૪૮ મહારાષ્ટ્ર, ૪૨ પશ્ચિમ બંગાળ, ૪૨ આંધ્ર અને તેલંગાણા અને ૩૯ તામિલનાડુની લોકસભાની બેઠકો છે તે પણ અગત્યના રાજ્યો છે, પણ યુપી-બિહાર જીતે તે દેશ જીતે આ જમાનામાં પણ કહેવું ખોટું નથી. ૨૦૧૪માં ભાજપને યુપીમાં ૭૩ અને બિહારમાં ૩૧ બેઠકો સાથે સદી કરવાની તક મળી ગઈ હતી.તે વખતે એસપી અને બીએસપી બંને અલગ લડ્યા હતા અને મુઝફ્ફરપુરના તોફાનોને બરાબરના ચગાવીને ભાજપે મતોનું ધ્રુવીકરણ પણ કર્યું હતું. પણ હવે એસપી અને બીએસપી સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે ત્યારે ધ્રુવીકરણ પણ કામ ના આવે, વિભાજનની રાજનીતિ પણ કામ ના આવે, હિન્દુ મતોને એક કરવાની વાત પણ કામ ના આવે અને માત્ર મતોની સંખ્યા, જ્ઞાતિઓની વોટબેન્ક જ કામ આવે. કોઈ વિચારધારા નહિ, પણ આંકડાનું ગણિત જ કામ કરવાનું છે, ત્યારે પ્રચારના મુદ્દા પણ બુઠ્ઠા થઈ જવાના છે.
આ સંજાગો ભાજપ ના જાણતું હોય તેવું નથી. ભાજપ પણ ગઠબંધનના રાજકારણને સમજે છે અને તેનો સારી રીતે ઉપયોગ પણ કરે છે. યુપીમાં અપના દળને સાથે રખાયું હતું. તે જ રીતે હવે નાની નાની જ્ઞાતિઓને દરેક મતવિસ્તારમાં શોધીને તેમની મહત્વાકાંક્ષાઓનો ઉપયોગ કરીને યાદવ-દલિત-મુસ્લીમ ધરીને તોડવાની ભાજપની કોશિશ છે.
તેના માટેનું ઉદાહરણ પણ પેટાચૂંટણીમાં સમયસર મળી ગયું છે. લાલ બત્તી દેખાડતા ગોરખપુરના પરિણામો પછી ભાજપે નવસેરથી ગણિત માંડ્યું છે. ગોરખપુરમાં યોગી આદિત્યનાથ પાંચ વાર જીત્યા હતા. જો જીતા વોહી સિકંદર એટલે આપણે પછી ઝીણવટથી બહુ જોતા નથી, પણ યોગી દર વખતે માંડ માંડ જીતતા હતા. એક તો એસપી બીએસપી દર વખતે અલગ હોય અને બે નિષાદ જ્ઞાતિના ઉમેદવારો હોય. નિષાદોના વધારે મતો હોવાથી તે મતો વહેંચાઈ જતા હતા. પરંતુ પેટાચૂંટણીમાં એસપી અને બીએસપીએ ભેગા થઈને બેના બદલે એક જ નિષાદ ઉમેદવાર રાખ્યો તો બેઠક ભાજપ હારી ગયું.
યુપીમાં અલગ નિષાદ પાર્ટી પણ છે. તેના નેતા સંજય નિષાદના પુત્ર સંજય નિષાદને એસપી-બીએસપીના સંયુક્ત ઉમેદવાર બન્યા અને જીત્યા. હવે ભાજપે સંજય નિષાદને જ ખેડવી દેવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શÂક્તશાળી નેતાઓને ભાજપ લઈ જાય છે, તેમ સંજય નિષાદને લાલચો આપવાનું શરૂ થયું છે. સંજય નિષાદને અને નહિતો તેમના પુત્ર પ્રવીણને જ ભાજપમાં લાવીને ગોરખપુર બેઠક પર ફરી તેમને જીતાડવા માટેના દાવપેચ શરૂ થઈ ગયા છે એવી ચર્ચા યુપીમાં છે.
ખાસ કરીને મુલાયમ સાથે વર્ષો સુધી રહીને સંગઠનનું કામ કરનારા શિવપાલને લાગ્યું કે પક્ષમાં તેમનું વર્ચસ્વ ઘટી રÌšં છે. શિવપાલની સાથે રહેલા અમરસિંહને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. તેના કારણે શિવપાલે ભત્રીજા સામે ભારે વિરોધ કર્યો. ઘર ફૂટે ઘર જાય. યાદવાસ્થળીને કારણે ફરી એકવાર યાદવ પરિવારને સત્તા ગુમાવી. હવે શિવપાલે અલગ પક્ષની રચના કરી છે. ભાજપના એક દિગ્ગજ નેતાઓ તેમને હાથમાં લીધા છે. તેમની ચઢવણીથી તેઓ યુપીની બધી જ ૮૦ બેઠકો પર તેમના પક્ષ સમાજવાદી સેક્્યુલર મોરચાના ઉમેદવારો ઊભા રખાશે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા પાસે ભાજપે આ જ કામ કરાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે ઠેર ઠેર શંકરસિંહના માણસોને ઊભા કરાયા હતા. આ માણસો બે પાંચ સાત હજાર વાટ કોંગ્રેસના તોડી નાખે. તે જ કામ હવે શિવપાલ પાસે કરાવાશે.
શિવપાલ આજકાલ યોગી આદિત્યનાથ માટે સારું બોલતા થઈ ગયા છે. બીજી બાજુ અમરસિંહ પણ ભાજપની વાહવાહ કરવા લાગ્યા છે. દેશના સૌથી મોટા દલાલ તરીકે જાણીતા નફ્ફટ નેતા અમરસિંહને ભાજપ પોતાના કોઈ સાથી પક્ષની ટિકિટ અપાવશે અને સાંસદ બનાવશે તેવી ગણતરી છે. તેમની જવાબદારી છે કે શિવપાલ પાછા હટે નહીં અને યાદવ પરિવારને બરાબરનું નુકસાન કરે. વ્યૂહ હજી નક્કી નથી થયો, પરંતુ એસપી અને બીએસપી વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ થાય તે પછી ભાજપ ચોકઠા માંડશે અને કઈ બેઠકો પર કઈ નાની નાની જ્ઞાતિઓને એકઠી કરી શકાય છે તેનો વિચાર કરાશે.
કદાચ તેથી જ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કર્ણાટકની કોઈ બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી ચર્ચા કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચાલે છે. પ્રિયંકા ગાંધીની વાત વિના યુપીની ચર્ચા અધુરી રહે. પ્રિયંકા ચૂંટણી લડશે કે નહિ તેની ચર્ચા પણ અનિવાર્યપણે થવાની. રાયબરેલીમાં માતાની બેઠક પર પ્રિયંકા લડશે કે સોનિયા ગાંધી હજી પાંચ વર્ષ સંસદમાં રહેવાનું પસંદ કરશે તેની ચર્ચા પણ છે. તેની સામે ભાજપ આ બેમાંથી કમ સે કમ એક બેઠક યેનકેનપ્રકારેણ જીતવા માટે મક્કમ બન્યું છે. યુપીમાં એસપી-બીએસપી-કોંગ્રેસની ત્રિપુટીને કારણે અને બિહારમાં લોટા જેવા ચારે બાજુ ઢળ્યા કરતા નીતિશકુમારની આબરૂનો અંત આવી ગયો હોવાથી આરજેડી ફાયદામાં રહેવાનું છે ત્યારે સદી
આભાર – નિહારીકા રવિયા ફટકારવાનું ભાજપ માટે શક્ય રહ્યું નથી. પણ અડધી ફટકારી છેલ્લે છેલ્લે થાય તેટલી ફટકાબાજી કરી લેવાની ગણતરી છે, જેથી સામાવાળાની અડધી સદી ના થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY