અખબારોમાં માનસિક વિકૃતિની છબીને ઉપસાવતાં અહેવાલો સામાન્ય બની ગયા છે. ભાગ્યે જ કોઇ એવો દિવસ હશે જ્યારે અખબારમાં બળાત્કાર, સામૂહિક બળાત્કાર, જાતિય શોષણ, ત્રણ-ચાર વર્ષની બાળકી પર રૅપ જેવા અધમ કૃત્યોના અહેવાલો પ્રગટ થયા ન હોય.
અખબાર આપણા સભ્ય સમાજનો આયનો છે. એમાં જે છપાય છે એ સભ્ય સમાજનું ચારિત્ર્ય છે. માસૂમ કિશોરીઓ-બાળકીઓ-મહિલાઓ પરનો બળાત્કાર પુરુષોની અધમતા, પાશવી વિકૃતિની ચરમસીમા છે. કાનૂનના લાંબા હાથ, તિક્ષ્ણ-ધારદાર કાયદાઓ પણ આવાં ‘પશુઓ’ના હિણપતભર્યાં કૃત્યોને અટકાવવામાં નાકામિયાબ રહે છે. કાયદાનું રખેવાળોનો દોષ નથી પણ વધી રહેલી જંગલિયતનું આ પરિણામ છે. શિકારી પશુઓ વધી રહ્યા છે, મૂળ પ્રશ્ર્ન-મૂળભૂત સમસ્યા અહીં છે.
હરિયાણામાં હૈયું હચમચાવી મૂકતા સામૂહિક બળાત્કારના કિસ્સાએ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરની ઊંઘ હરામ કરી નાખી છે. મુખ્ય પ્રધાને ઘટનાની ગંભીરતા અને વધી રહેલા દબાણને લીધે જલંધરની મુલાકાત ટૂંકાવી દેવી પડી. આ કિસ્સામાં ત્વરિત પગલાં લેવામાં ઠાગાઠૈયા કરનારા રેવારીના એસપી રાજેશ દુગ્ગલને હટાવીને એમની જગ્યાએ મુખ્ય પ્રધાનની સિક્્યારિટીના એસપી રાહુલ શર્માને કામગીરી સોંપી. ગયા બુધવારે બનેલી આ કમકમાટીભરી ઘટનામાં હવે વધુ વીજળી વેગે થવા માંડ્યું છે.
મુખ્ય પ્રધાને ડીજીપી બી. એસ. સંધુને રેવારી ગામની ૧૯ વર્ષીય છોકરી પર થયેલા સામૂહિક બળાત્કારની તપાસ વિશેની વિગતો મગાવી. સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી)ની રચના પણ થઇ, ભાગેડુ ત્રણ આરોપીઓની માહિતી આપનારને એક લાખના ઇનામની પણ જાહેરાત થઇ. મુખ્ય પ્રધાન અને પોલીસ આરોપીઓને પકડવામાં કોઇ કસર છોડવા માગતા નથી.
મોટા ભાગના બળાત્કારના કિસ્સામાં જાણભેદુઓ જ હોય છે એમ રેવારીની આ ઘટનામાં પણ જાણભેદુઓ છે. આ કિસ્સામાં કહેવાય છે કે ગામના જ યુવાનો છે એમાંનો એક ફૌજી છે. જેનું પોસ્ટિંગ રાજસ્થાન સરહદ પર થયું છે અને તે શનિવારે ફરજ પર હાજર થવાનો હતો. લશ્કરી અધિકારીઓએ આ કિસ્સામાં પોલીસને પૂરેપૂરો સાથ-સહકાર આપ્યો છે.
બળાત્કારનો ભોગ બનેલી એ કમનસીબ છોકરી એક તેજસ્વી વિદ્યાર્થિની છે. તેનાં માતા-પિતાએ ૮ – ૧૦ જણે બળાત્કાર ગૂજાર્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. જાકે છોકરીએ ત્રણ જણને ઓળખ્યા છે જેને આધારે પોલીસ એમને શોધી રહી છે.
શાળામાં સૌથી વધુ માર્કસ મેળવનારી આ તેજસ્વી વિદ્યાર્થિનીનું બહુમાન થયું હતું એ ‘પુષ્પગુચ્છનાં ફૂલો હજી કરમાયાં નહોતાં ત્યાં જ એનું અપહરણ કરીને તેની પર બળાત્કારની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે.
પોલીસ ચોપડે જેમના નામ દર્જ થયેલા છે એમાંનો પંકજ ફૌજી કબડ્ડીનો ખેલાડી છે અને પીડિતાના પિતા તેને કબડ્ડીની તાલીમ આપી ચૂક્્યા છે. એકાદ વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયાં છે. બીજા આરોપી નીશુ નોન-મેટ્રિક છે અને રીઢો બળાત્કારી છે. અગાઉ ચાર – પાંચ છોકરીઓ પર બળાત્કાર ગુજારી ચૂક્્યો છે, પણ ક્્યારેય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. ત્રીજા આરોપી મનીશ પણ ખેડૂત પૂત્ર છે. મનીશ રખડું તરીખે જાણીતો છે.
આ ગૅંગરૅપ ઘટનાની વિચિત્ર વાત એ છે કે બળાત્કારીઓ ને કોઇ પળે એવું લાગ્યું કે છોકરી કદાચ મરી જશે ત્યારે તેમણે ગામના કોઇ ડાક્ટરને બોલાવ્યા. છોકરીની હાલત ગંભીર છે એવું જાણ્યા બાદ તેઓ છોકરીને પાછી મૂકી આવ્યા. પોલીસે એ ડાક્ટર અને જેમની જગ્યાનો બળાત્કાર માટે ઉપયોગ કરાયેલો એ શખસની ધરપકડ કરી છે.
પોલીસ માટે, રાજકીય શાસક પક્ષ માટે આ કેસ પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની ગયો છે. ધરપકડ થશે જ. એમાં કોઇ શંકા નથી. એમને સજા પણ થશે, પણ પ્રાણ પ્રશ્ર્ન આવી હિણી માનસિકતાનો છે. સભ્ય સમાજમાંથી આવી વિકૃતિનું દહન કઇ રીતે કરવું એનો વિચાર સુશિક્ષિત સમાજ, શિક્ષકો અને મહદ અંશે માતા-પિતાઓએ કરવાનો છે. પશુને ઇન્સાન કઇ રીતે બનાવવો એ વિચારવાનું છે.
આભાર – નિહારીકા રવિયા
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




