પાકિસ્તાન સામેની મેચમાં પ્રેશર હોય છેઃ રોહિત શર્મા

0
7

ન્યુ દિલ્હી,તા.૧
ક્રિકેટ વર્લ્ડ કપથી પહેલા ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. રોહિતે કહ્યું કે, ‘દરેક વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ હોય છે. ૨૦૧૫ની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ પણ ઘણી જ મહત્વપૂર્ણ હતી અને ૨૦૧૯નાં વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ પણ મહત્વપૂર્ણ છે.
પાકિસ્તાન સામે રમાનારી મેચને લઇને તેણે કહ્યું કે, “પાકિસ્તાન સામેની મેચમાં પ્રેશર તો હોય જ છે, પરંતુ એક ખેલાડીનાં રૂપમાં અમે ક્યારેય એવું નથી વિચારતા કે પાકિસ્તાન સામે મેચ છે તો પ્રેશર હશે. અમે જ્યારે પાકિસ્તાનની વિરુદ્ધ રમીએ છીએ તો એવું નથી વિચારતા કે પાકિસ્તાન સામે રમી રહ્યા છીએ, પરંતુ એવું વિચારીને રમીએ છીએ કે અમે એક મેચ રમી રહ્યા છીએ અને આપણે આમાં પણ જીત મેળવવી છે.”
રોહિતે કહ્યું કે, ”અમે મેચ પહેલા એ પ્લાન કરીએ છીએ કે કયો બાલર કેવા બાલ ફેંકે છે અને તેની સામે કેવી રીતે રમવું છે. પ્રેક્ટિસ દરમિયાન પણ આના વિશે વાત થાય છે. ક્યારેક તે મને અને ક્યારેક હું તેને જણાવું છે કે શું કરવું જાઇએ અને શું નહીં. ટીમ માટે અમારો રાલ ઘણો મહત્વનો છે અને અમને આ ખબર છે. જ્યારે શિખર સારું રમી રહ્યો હોય છે તો હું તેને વધારેમાં વધારે તકો આપવાનો પ્રયત્ન કરું છું. તે શરૂઆતથી એક જ રીતે રમે છે અને હું શરૂઆતમાં ધીમે રમું છું.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY